ઓસ્ટ્રેલિયા સામેની મર્યાદિત ઓવરોની શ્રેણીમાં હાર્દિક પંડ્યાએ Hardik Pandya  બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ Virat kohli સ્પષ્ટતા કરી છે કે ટેસ્ટ ક્રિકેટમાં આ ઓલરાઉન્ડરના નામની વિચારણા માટે તેને નિયમિત બોલિંગ કરવાની જરૂર છે.

પંડ્યાએ Hardik Pandya પ્રથમ અને ત્રીજી વનડેમાં અનુક્રમે 90 અને 92 રનની ઇનિંગ્સ સિવાય બીજા ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં 22 બોલમાં અણનમ 42 રન બનાવ્યા. આવી શાનદાર મેચ રમવા માટે મેન ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

જ્યારે કોહલીને Virat kohli પૂછવામાં આવ્યું કે શું તે પંડ્યાને Hardik Pandya ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં નિષ્ણાંત બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતારવા માંગે છે, ત્યારે તેણે ચોખી ના પાડી હતી. પોતાની પ્રાથમિકતાઓનો ખુલાસો કરતા કોહલીએ કહ્યું કે, હાર્દિક Hardik Pandya બોલિંગ કરી શકતો નથી અને આપણે જાણીએ છીએ કે તે બોલિંગ કરી શકશે નહીં, આઈપીએલમાં જોયુ કે તે કઈ માનસિકતામાં છે. પરંતુ ટેસ્ટ ક્રિકેટ એક અલગ પડકાર છે અને અમને તેમની બોલિંગની જરૂર છે.

તેમણે કહ્યું, ‘અમે આ વિશે વાત કરી. તે એક એવો ખેલાડી છે જે અમને દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ જેવી વિદેશી પરિસ્થિતિમાં ઘણું સંતુલન આપે છે. તે મેચમાં સારી રીતે સંતુલન જાળવી શકે છે.

કોહલીએ Virat kohli કહ્યું કે પંડ્યા તે સ્થળે આવી રહ્યો છે જ્યાં તે રમતના તમામ સ્વરૂપોમાં પ્રદર્શન કરવા માંગશે. કેપ્ટને જોકે કહ્યું કે પંડ્યા Hardik Pandya અનુભવે છે તેણે તેની બોલિંગ ફોર્મની ટોચ પર પહોંચવાની જરૂર છે.

કોહલીએ Virat kohli કહ્યું કે, “તે પોતાની જાતે બોલિંગ કરવા માંગે છે અને તે સુનિશ્ચિત કરે છે કે તે ટેસ્ટ માટે ઉપલબ્ધ છે કારણ કે પાંચ દિવસીય મેચોમાં વધારે ફાળો આપવાનો હોય છે. જે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ‘

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here