પ્રખ્યાત મરાઠી, હિન્દી ફિલ્મો અને રંગમંચના કલાકાર આશાલતા વાબગાંવકર (Ashalata Wabgaonkar) નું સતારાની એક ખાનગી હોસ્પિટલમાં કોવિડ-19 (Covid 19)ના કારણે નિધન થયું. 79 વર્ષના આશાલતા ચાર દિવસ સુધી કોરોના વાયરસ સામે જંગ લડતા રહ્યા. છેલ્લા એક સપ્તાહથી ખાનગી હોસ્પિટલમાં તેઓ દાખલ થયા બાદ તેમની સ્થિતિ નાજુક હતી. તેમનું દેહાંત મંગળવારે સવારે હોસ્પિટલમાં થયું.
નવી દિલ્હી: પ્રખ્યાત મરાઠી, હિન્દી ફિલ્મો અને રંગમંચના કલાકાર આશાલતા વાબગાંવકર (Ashalata Wabgaonkar) નું સતારાની એક ખાનગી હોસ્પિટલમાં કોવિડ-19 (Covid 19)ના કારણે નિધન થયું. 79 વર્ષના આશાલતા ચાર દિવસ સુધી કોરોના વાયરસ સામે જંગ લડતા રહ્યા. છેલ્લા એક સપ્તાહથી ખાનગી હોસ્પિટલમાં તેઓ દાખલ થયા બાદ તેમની સ્થિતિ નાજુક હતી. તેમનું દેહાંત મંગળવારે સવારે હોસ્પિટલમાં થયું.
આશાલતાના નામથી મશહૂર થયેલા આ અભિનેત્રીનો જન્મ ગોવામાં થયો હતો અને કોવિડ-19નો ચેપ તેમને એક ટેલિવિઝન સિરિયલના શૂટિંગ દરમિયાન લાગ્યો હતો.

અમિતાભના માતા બન્યા હતાં આશાલતા
આશાલતાએ અનેક હિટ હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમની પહેલી બોલિવુડ ફિલ્મ જંજીર હતી. જેમા આશાલતાએ અમિતાભ બચ્ચનના સાવકી માતાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 1973માં આવી હતી.