કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)એ લાભાર્થીઓને ઇમરજન્સીની સ્થિતિમાં ગમે ત્યારે નજીકની હોસ્પિટલમાં સ્વાસ્થ્ય સેવાઓ લેવાની મંજૂરી આપી છે. વર્તમાન વ્યવસ્થા અંતર્ગત ESICની યોજના હેઠળ આવતા વીમિત વ્યક્તિઓ અને લાભાર્થીઓ (પરિવારના સભ્યો)ને પેનલમાં સામેલ અથવા તેનાથી બહારની હોસ્પિટલોમાં સારવાર માટે પહેલા ESIC ચિકિત્સાલય અથવા હોસ્પિટલમાં જવાનું હોય છે. ત્યાંથી તેમને રેફર કરવામાં આવે છે.

ESICના લાભાર્થીઓને મોટી રાહત, કેશલેસ ચુકવણી કરીને પછીથી પ્રાપ્ત કરી શકાશે

શ્રમિક સંગઠન સમન્વય સમિતિ (ટીયૂસીસી)ના મહાસચિવ એસપી તિવારીએ જણાવ્યું કે બોર્ડની થયેલી બેઠકમાં ઇમરજન્સીની સ્થિતિમાં અન્ય હોસ્પિટલોમાં સારવાર માટે ESIC ચિકિત્સાલય અથવા હોસ્પિટલોથી રેફર કરવાની પૂર્વ શરત સમાપ્ત કરી દેવામાં આવે છે. ESICના બોર્ડમાં સામેલ તિવારીએ જણાવ્યું કે હાર્ટ એટેક જેવી ઇમરજન્સી ચિકિત્સાના કેસમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જણાવી દઇએ કે હાર્ટ એટેક આવવા પર તાત્કાલિક સારવારની જરૂર પડે છે. ESIC લાભાર્થી ઇમરજન્સીની સ્થિતિમાં સારવાર માટે પેનલમાં સામેલ અથવા અન્ય ખાનગી હોસ્પિટલમાં જઇ શકે છે. જ્યાં પેનલમાં સામલે હોસ્પિટલોમાં સારવાર ‘કેશલેસ’ થશે, સાથે જ અન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવારના ખર્ચની ચુકવણી કરીને તેને પછીથી પ્રાપ્ત કરી શકાય છે. તેના સારવારનો દર કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય સેવાના દરોને અનુરૂપ હશે.

esic

પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ કરાવી શકાશે સારવાર

તેમણે વધુમાં જણાવ્યું કે જો 10 કિમીના અંતરમાં કો ESIC અથવા ખાનગી હોસ્પિટલ ન હોય તો ખાનગી ન હોય તેવી હોસ્પિટલોમાં સબ્સ્ક્રાઇબર્સને સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત કરવાની પરવાનગી મળશે.

તિવારીએ કહ્યું કે તે પણ નક્કી કરવામાં આવ્યું હતું કે પોતાના ગ્રાહકો અને લાભાર્થીઓ માટે સ્વાસ્થ્ય સેવાઓની ગુણવત્તા જાળવી રાખવા માટે ESIC પોતાની નવી ખુલનારી હોસ્પિટલો ચાલુ કરશે અને તેને ચલાવવા માટે રાજ્યોને સુવિધાઓ નહીં સોંપે. ESIC પાસે આશરે 26 નિર્માણાધીન હોસ્પિટલ છે. 16 નવી હોસ્પિટલ બનાવવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે.

રાજ્યો પાસે હાલ 110 હોસ્પિટલ છે, જ્યાં ESIC લાભાર્થીઓની સારવાર કરવામાં આવે છે. જેના માટે ESIC સર્વિસ ચાર્જ ચુકવે છે. તે વર્તમાન વ્યવસ્થા અનુસાર સેવાઓ ચાલુ રાખશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here