અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. અયોધ્યામાં 15 ડિસેમ્બરથી રામ મંદિરનું બાંધકામ શરૂ થાય તેવી શક્યતા છે. આ મુદ્દે નિષ્ણાતોની બે દિવસીય બેઠક યોજાઇ હતી જે બાદ બેઠકોની વિગતો કેન્દ્ર સરકાર અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ટ્રસ્ટને સોંપવામાં આવશે. એ પછી બાંધકામ શરૂ કરવાનો નિર્ણય લેવાશે. નોંધનીય છે કે બે દિવસ ચાલેલી બેઠકમાં એલ એન્ડ ટી અને તાતા કન્સલ્ટીંગના એંજિનિયર્સ… આઇઆઇટી ચેન્નાઇ… આઇઆઇટી રુડકી તેમજ અક્ષરધામના વાસ્તુકાર બ્રહ્મવિહારી સ્વામી અને રામ મંદિરના નિર્માણમાં વ્યસ્ત આશિષ સોમપુરા હાજર રહ્યા હતા.
અયોધ્યામાં 15 ડિસેમ્બરથી રામ મંદિરનું બાંધકામ શરૂ થાય તેવી શક્યતા

બેઠકોની વિગતો કેન્દ્ર સરકાર અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ટ્રસ્ટને સોંપવામાં આવશે
બેઠકમાં દરેકે દરેક બાબતની ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાંતોનો અભિપ્રાય એવો હતો કે ઓછામાં ઓછા એક હજાર વર્ષ ગમે તેવા પ્રતિકૂળ હવામાન અને ભૂકંપના આંચકા જેવી પ્રાકૃતિક આપત્તિઓ વચ્ચે પણ અડીખમ ટકી રહે એવું મંદિરનું બાંધકામ હોવું જોઇએ.

રામ મંદિર જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર પ્રવક્તા અનિલ મિશ્રાએ કહ્યું કે મોટે ભાગે 15 ડિસેંબરથી મંદિરની બહારની સિક્યોરિટી દિવાલનું બાંધકામ પહેલાં શરૂ થશે.એ પૂર્ણ થયા બાદ અંદરનું કામકાજ શરૂ થશે.