બોલિવૂડ અને હોલિવૂડની એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોનાસ આ વર્ષે ગ્લોબલ સિટીઝન પ્રાઇસ એવોર્ડ સમારંભમાં પરફોર્મ કરવા સજ્જ થઈ ગઈ છે. આ સમારંભને સિંગર જ્હોન લિજેન્ડ હોસ્ટ કરશે.

અત્યંત ગરીબીનો નાશ કરવાની દિશામાં કામ કરનારા લોકોને અપાય છે એવોર્ડ

આ એવોર્ડ અત્યંત ગરીબીનો નાશ કરવાની દિશામાં કામ કરનારા લોકોને આપવામાં આવે છે. આ શોમાં એલેસિયા કારા, કેરી અંડરવૂડ, કોમન, ગ્વેન સ્ટેફની, જોજો અને તોરી કેલીના પરફોર્મન્સ પણ સામેલ કરાયા છે.  આ ઉપરાંત એક્ટર નિકોલસ પણ પરફોર્મ કરશે.

આ પુરસ્કાર સમારંભ 19મી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં  રજૂ કરવામાં આવશે

પ્રિયંકાના પતિ નિક જોનાસ પણ આ કાર્યક્રમની પ્રસ્તુતી કરશે. આ પુરસ્કાર સમારંભ 19મી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં  રજૂ કરવામાં આવશે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે આ મહિનાની શરૂઆતમાં જ તેમના લગ્નને બે વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગે આ સ્ટાર કપલે તેમના લગ્નની કેટલીક અપ્રસ્તુત તસવીરો પહેલી વાર જાહેર કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here