કોરોના સંકટની વચ્ચે મોટાભાગના ક્ષેત્રો આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં દરેક ક્ષેત્ર રોકડની કટોકટી અને નુકસાનને પહોંચી વળવા કેટલાક પગલાં લઈ રહ્યું છે. આ જ ક્રમમાં, ઉડ્ડયન ક્ષેત્રમાં પણ આવા પગલા લેવાની યોજના છે, જે મુસાફરો માટે ખર્ચાળ સાબિત થઈ શકે છે. ખરેખર, દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) એ હવાઈ મુસાફરો પર નવો ચાર્જ લગાવવાનો નિર્ણય લીધો છે. આનાથી દેશની રાજધાનીથી હવાઇ મુસાફરી કરવાની હવે મોંઘી પડશે. ડાયલ DIALનું કહેવું છે કે, કોરોના સંકટને કારણે કામગીરી બંધ થતાં કમાણીમાં થયેલા ઘાટાને ભરપાઈ કરવાની યોજનાઓ બનાવવામાં આવી રહી છે. આ માટે DIAL નિયમનકારી મંજૂરી માંગી છે.

ઘરેલું અને આંતરરાષ્ટ્રીય મુસાફરો પર આટલો શુલ્ક લેવામાં આવશે

ડાયલ દ્વારા દિલ્હીથી ઉડતા દરેક ડોમેસ્ટિક પેસેન્જર માટે 200 રૂપિયા અને આંતરરાષ્ટ્રીય પેસેન્જર પાસેથી 300 રૂપિયા લેવાની યોજના બનાવી છે. ડાયલે એરપોર્ટ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી (AERA) થી નવા ચાર્જ માર્ચ 2024 સુધી ચાલુ રાખવાની મંજૂરી માંગી છે. આ સિવાય, DIAL ડાયલે ગત સપ્તાહે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને બીજી અરજી આપી છે. આમાં મંત્રાલય પાસેથી એઈઆરએ ને એ આદેશ કરવા કહ્યું છે કે તેઓ એરપોર્ટ ટેરિફ નક્કી કરતી વખતે કોરોના કટોકટીના કારણે આવકમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખે. કંપનીએ કહ્યું છે કે આમ કરવામાં નહીં કરવા પર નાણાંકીય રોકડની મોટી સમસ્યા પેદા થઈ શકે છે. આ સમસ્યા રહેવા સુધી એરપોર્ટ કામગીરી ચાલુ રાખવી મુશ્કેલ બનશે.

વિકાસ ફી તરીકે અસ્થાયી ધોરણે વસૂલવામાં આવશે

મુંબઈ એરપોર્ટ દ્વારા પણ દરેક ઘરેલુ મુસાફરો માટે 200 રૂપિયા અને આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે 500 રૂપિયા લેવાની માંગ કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે તે વિકાસ ફી તરીકે અસ્થાયી રૂપથી લેવામાં આવશે. તેમની અરજી પર એઇઆરએ વિચાર કરી રહી છે. એરપોર્ટ ઓર્થોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઈ) અને હૈદરાબાદ અને કોચીના પીપીપી એરપોર્ટોએ કહ્યું છે કે તેઓ અત્યારે કોઈ ચાર્જ લેવાનું વિચારતા નથી. જણાવી દઈએ કે, એવિએશન ઈન્ડસ્ટ્રીઝ પર કોવિડ -19ની ખૂબજ ખરાબ અસર પડી છે. લગભગ બે મહિના બંધ રહ્યા બાદ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં કેન્દ્રએ ઘરેલું ફ્લાઇટને મંજૂરી આપી હતી.

માર્ચ 2024 સુધીમાં ડાયલ અંદાજિત 3,538 કરોડનું નુકસાન

ડાયલ મેનેજમેન્ટે ઉડ્ડયન મંત્રાલયને લખેલા પત્રમાં લખ્યું છે કે તે એપ્રિલ 2020 થી માર્ચ 2024 સુધીમાં 3,538 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. ડાયલે એપ્રિલ-સપ્ટેમ્બર 2020 માં રૂ. 419 કરોડના નુકસાનની વાત કહી છે. ઉપરાંત સમગ્ર નાણાંકીય વર્ષ માટે નુકાસન 939 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2019-20માં 7 કરોડ મુસાફરોએ દિલ્હી એરપોર્ટથી હવાઇ મુસાફરી કરી છે. ચાલુ નાણાકીય વર્ષમાં તે 2 કરોડથી ઓછી રહેવાનો અંદાજ છે. કંપનીને અનુમાન છે કે આ સ્થિતિ નાણાકીય વર્ષ 2024 સુધી ચાલુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here