શિયાળામાં ત્વચાને લગતી કેટલીક સમસ્યા થાય છે. ત્યારે નખની આસાપાસની ચામડી નીકળવાની સમસ્યાને હેંગનેલ પણ કહેવામાં આવે છે. આ સમસ્યા ખાસ કરીને ઘણા લોકોને થાય છે. જે ન ફક્ત શિયાળામાં ઘણા લોકોને થાય છે. જ્યારે નખની ઉપરની ત્વચા શ્યામ પડી જાય છે તો ઓક્સિજનનો પ્રવાહ રોકાઇ જાય છે. જેનાથી નખ પાતળા અને તેનો રંગ પણ બદલાઇ શકે છે. જો તમે તમારા નખની આસપાસની ચામડી નીકળવાની સમસ્યાથી પરેશાન છો તો આજે અમે તમને આ સમસ્યાથી છૂટકારો અપાવવા માટે કેટલાક નુસખા જણાવીશું.

બદામ તેલ

બદામમાં કેટલાક એવા તત્વ રહેલા છે જેનાથી ત્વચા સંબંધી કેટલીક સમસ્યા દૂર થાય છે. જો લીંબુના રસમાં એક ચમચી બદામ તેલ મિક્સ કરો. ત્યાર પછી તમારા નખને 3 વખત તેમા ડૂબાડીને રાખો. ત્યાર પછી તેને પાણીથી ધોઇ લો.

ઓલિવ ઓઇલ

ઓલિવ ઓઇલ સુંદરતા માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે. જો ઓલિવ ઓઇલને ગરમ કરીને ક્યૂટિકલ્સ પર લગાવવામાં આવે તો ખૂબ ફાયદો મળે છે. રોજ સ્નાન કરતા પહેલા આ તેલથી ક્યૂટિકલ્સની મસાજ કરો. જેનાથી નખને પોષણ મળશે અને ક્યૂટિકલ્સની સમસ્યા પણ દૂર થશે.

એલોવેરા

એલોવેરા સ્વાસ્થ્ય સહિત ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. નખના ક્યૂટિકલ્સથી છૂટકારો મેળવવા માટે રોજ એલોવેરાથી નખની આસપાસ મસાજ કરો. જેનાથી જલદી જ આ સમસ્યાથી રાહત મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here