કોરોના મહામારી (Corona Epidemic) સામે લોકોને સુરક્ષીત રાખવા આખરે વેક્સીન (Vaccine) તૈયાર થઇ ગઈ છે. ગુજરાત (Gujarat)માં વેક્સીન (Vaccine) લોકોને આપવાની શરૂઆત થોડા દિવસોમાં થવાની છે ત્યારે જામનગર જિલ્લા (Jamnagar District)માં વેક્સિનને સાચવવા માટે અહીંની જિલ્લા પંચાયત ખાતે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે અને તેમાં 7 જેટલા રેફ્રીજરેટર (Refrigerator) રાખવામાં આવ્યા છે. જિલ્લાભરમાં આવા 44 જેટલા કંટ્રોલરૂમ ઉભા કરવામાં આવ્યા છે. આ પૈકી જામનગર શહેર-જિલ્લા માટે જિલ્લા પંચાયત (District Panchayat)ની કચેરી ખાતેના સભાગૃહની નીચે કંટ્રોલરૂમ (Controlroom)બનાવવામાં આવ્યો છે.

રાજયમાં અમદાવાદમાં કોરોના પ્રતિરોધક રસી આપવાનું સિવિલ હોસ્પિટલમાં શરૂ કરી દેવાયું છે. જામનગરમાં પણ ચાર તબક્કામાં કોરોના વેકસીન આપવા તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે. કોરોના વેકસીનને આઇએઆર ફ્રીઝમાં સાચવવાની હોય છે, આ ફ્રીઝની ક્ષમતા 2 થી 8 ડિગ્રીની છે જયારે ડીપ ફ્રીઝની ક્ષમતા માઇનસ 15 થી 20 ડિગ્રી સુધીની છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા પંચાયત તેમજ તાલુકા મથકોએ ફ્રીઝ મૂકી રસીના સંગ્રહ માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં કુલ 36 લાખ મીલીલટર કોરોના પ્રતિરોધક રસી સાચવવાની ક્ષમતા છે.

જામનગર શહેર-જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસી આપવા માટે રચાયેલી ડીસ્ટ્રીકટ ટાસ્કફોર્સ ફોર હયુમ્યુલાઇઝેશનની મીટીંગમાં પ્રથમ તબકકામાં હેલ્થવર્કરોને વેકસીન આપવાનું નકકી કરાયું છે. ત્યારે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 12000 જેટલા હેલ્થવર્કરો હોય તેઓને પ્રથમ રસી આપવામાં આવશે અને ત્યારબાદ ચાર તબકકામાં કોરોનાની રસી આપવામાં આવશે. જેમાં પ્રથમ હેલ્થ વર્કર્સ, બીજા ફ્રન્ટલાઇન વોરિયર્સ, ત્રીજા 50 વર્ષથી ઉપરની વ્યકિત અને ચોથા ક્રમે 50 વર્ષથી નીચેના કો-મોર્બીડ એટલે કે ડાયાબીટીસ, બ્લડપ્રેશરના દર્દીનો સમાવેશ કરાયો છે.

વિશ્વભરમાં કોરોના મહામારીના કોહરામ વચ્ચે ભારત તેમજ ગુજરાતમાં કોરોના વેકસીનની ટ્રાયલ શરૂ થઇ છે. જેના પગલે જામનગરમાં કોરોના પ્રતિરોધક વેકસીન આપવા માટે માસ્ટર પ્લાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here