ઇન્દોરના વિજય નગર પોલીસે ડ્રગ પેડલરની ધરપકડ કરી છે. પોલીસે સાત આરોપીઓને પકડ્યા છે જેમાં 2 મહિલાઓ પણ સામેલ છે. આરોપીઓ પાસેથી 40 ગ્રામ એમડીએમઈ ગરમ પણ મળી આવ્યું છે. પૂછપરછમાં સામે આયવું છે કે જિમ ટ્રેનર બોડી બનાવવાના નામે ડ્રગ્સ આપતો હતો.

ડ્રગ્સ

જિમ, બાર, કાફે અને પબની આડમાં નશાનો કારોબાર

ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ, આ આરોપી જિમ, બાર, કાફે અને પબમાં યુવક યુવતીઓને નશાની લત લગાવીને તેમની પાસેથી તગડી રકમ વસુલ કરતો હતો. જીમમાં તે વેઇટ લોસ અને વેઇટ ગેઇન માટેની દવા બતાવીને વેચતો હતો.

નશાના કારોબારીઓની ધરપકડ

ઇન્દોર શહેરમાં સતત નશાનો ધંધો કરનાર અપરાધીઓની ધરપકડ કરવામાં પોલીસ લાગેલી છે. તે દરમ્યાન વિજયનગર પોલીસે એક એવા ગ્રુપનો પર્દાફાશ કર્યો જે જિમ, કાફે, પબ અબે બારમા યુવક યુવતીઓને એમડીએમઈ ડ્રગ્સની લત લગાવીને તે વેચતું હતું.

પોલીસે કરી હતી ઈનામની જાહેરાત

આ ગ્રુપનો પર્દાફાશ કરનાર ટીમના આઇજી યોગેશ દેશમુખ દ્વારા ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે. હાલ તો, આ સમગ્ર મામલે વધુ આરોપીઓની ધરપકડ થવાની સંભાવના છે.

ટીમ બનાવી પોલીસે ઝડપી પાડ્યા આરોપીઓને

પકડાયેલ આરોપીઓના કેટલાંક સાથીઓ પહેલા જ ઝડપાઇ ગયા છે જેમના દ્વારા આપવામાં આવેલ માહિતી પરથી ડ્રગ્સ રેકેટને ઝડપી પાડવા એક ટીમ બનાવવામાં આવી હતી. ટીમે પહેલા ગ્રુપમાં સામેલ થઈને અપરાધને સમજ્યો અને બાદમાં એકબાદ એક અનેક ખુલાસા થતા ગયા.

આખરે ઝડપાયો મુખ્ય આરોપી

તો સૌથી મોટી સફળતા ટીમને ત્યારે મળી જયારે મુખ્ય આરોપી ટીમને હાથ લાગ્યો અને તેની જાણકારીથી અન્ય 2 યુવતીઓ સહીત સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી. તેમની પાસેથી 40 ગ્રામથી વધુ એમડીએમઈ ડ્રગ પણ મળી આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here