કોરોનાના ટેસ્ટની ગતી વધારી દેવામાં આવી છે, જેને પગલે અત્યાર સુધીમાં દેશભરમાં ૧૫ કરોડ ટેસ્ટ કરી લેવામાં આવ્યા છે. હાલ દરરોજ ૧૦ લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા હોવાથી આ સંખ્યા સુધી પહોંચી શકાયું છે. દરમિયાન કોરોનાના વધુ ૩૫,૬૩૬ સાથે કુલ કેસનો આંકડો ૯૭,૬૫,૭૫૭ને વટાવી ગયો છે.

કોરોનાના વધુ ૩૫,૬૩૬ સાથે કુલ કેસનો આંકડો ૯૭,૬૫,૭૫૭ને વટાવી ગયો
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી વધુ ૮૨૮ના મોત નિપજ્યા છે અને મૃત્યુઆંક ૧,૪૨,૧૦૫ને પાર કરી ગયો છે. જોકે સાથે જ વધુ ૪૩૯૬૫ લોકો સાથે સાજા થયેલાની સંખ્યા ૯૨ લાખને પાર પહોંચી ગઇ છે. સુપ્રીમ કોર્ટે એક આદેશમાં કહ્યું છે કે કોરોના પોઝિટિવ વ્યક્તિના ઘરની બહાર હવેથી વોર્નિંગ આપતા કે કોરોના સંલગ્ન કોઇ પણ પ્રકારના પોસ્ટરો ન લગાવવા. જોકે સાથે એમ પણ કહ્યું છે કે જો બહુ જરુર જણાય તો માત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત ઓથોરિટી દ્વારા આદેશ આપવામાં આવે તો જ આવા પોસ્ટરો લગાવવા. ‘
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી વધુ ૮૨૮ના મોત
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ)એ બુધવારે કોરોનાની રસીની ટ્રાયલ ચાલી રહી છે તેના ડેટાની સુરક્ષા વધારવાની માગણી કરી હતી. બીજી તરફ સિરમ ઇન્સ્ટિટયૂટ, ભારત બાયોટેકની વેક્સિનનો ઇમર્જન્સી ઉપયોગ કરવાની હાલ અનુમતી નથી આપવામાં આવી. અમેરિકી કંપની ફાઇઝરે પણ ઇમર્જન્સી ઉપયોગ માટે અનુમતી માગી હતી જે અંગે પણ કોઇ જ નિર્ણય નથી લેવાયો. સાથે જ રસીના ડેટાની સુરક્ષાનો રિપોર્ટ પણ કંપનીઓ પાસેથી માગવામાં આવ્યો છે.