પાલડીની જૈનનગર સોસાયટીમાં મંગળવારે બપોરે ૧ વાગ્યે પુત્રીના લગ્નના દાગીના લઈને નીકળેલી માતાના હાથમાંથી ચોર રૂ.૩.૨૫ લાખના દાગીના ભરેલું પર્સ ખેંચી ફરાર થઈ ગયો હતો. જોકે પાલડી પોલીસે ગણતરીના કલાકમાં એવો કમાલ કર્યો કે, દિકરીના લગ્નના દાગીના ચોરી થવાથી દુઃખી પરિવારના સભ્યો તો ખુશીથી ઝૂમી ઉઠયા, પણ ખુદ આઈપીએસ અધિકારી પણ પોલીસ પર પ્રસન્ન થઈ ગયા અને પાલડી પોલીસને ૫૦૦ રૂ.ઈનામની જાહેરાત કરી હતી.
આનંદ સર્જીકલ હોસ્પિટલમાં ફ્રજ બજાવતા અને પાલડીના સૃષ્ટી એપાર્ટમેન્ટમાં રહેતા સમીરભાઈ પ્રવિનચંદ્ર શાહની પુત્રી રિયાના સોમવારે સાંજે ૫ વાગ્યે લગ્ન હતા. રિયા લગ્ન માટે જૈનનગર સોસાયટીના બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગઈ હતી. રિયાની માતા સપનાબહેન લગ્નમાં પહેરવાનો દિકરીનો સોનાનો હાર અને બુટ્ટી ૮૬ ગ્રામ વજનના દાગીના ભરેલું પર્સ લઈ ચાલતા બ્યુટી પાર્લર જઈ રહ્યા હતા.
ત્યારે એક્ટિવા પર આવેલા શખ્સે સપનાબહેનના હાથમાંથી દાગીના અને મોબાઈલ ફેન સાથેનું પર્સ ખેંચી ફ્રાર થઈ ગયો હતો. સપનાબહેન આંખમાં આંસુ સાથે પાલડી પોલીસમાં પહોંચ્યા હતા. પોલીસે રાજનગર સોસાયટીમાં પહોંચી ઘટનાના સીસીટીવી ફૂટેજ જોયા હતા. બાદમાં બાતમીદારોને ફૂટેજ બતાવી એક્ટિવ કર્યા હતા.
આ બાજુ રિયાના લગ્ન ૫ વાગ્યે શરૂ થયા ત્યાં બીજી બાજુ આરોપી શોધતી પાલડી પોલીસના બાતમી મળી કે, દાગીનાનું પર્સ આંચકી લેનાર શખ્સ રાજનગર ગાર્ડન પાસેથી પસાર થવાનો છે. જેથી આરોપી મહંમદ અઝરૂદ્દીન ફ્ઝલુદ્દીન શેખ (ઉં,૩૦) રહે, ગવર્નમેન્ટ કોલોની, શાહીબાગની ધરપકડ કરી હતી.
આરોપી પાસેથી પોલીસે સોનાનો હાર, બુટ્ટી અને મોબાઈલ ફેન મળી રૂ.૩.૩૧ લાખના કબ્જે લીધા હતા. દિકરીના લગ્નના સોનાના દાગીના મળી ગયાના સમાચાર પોલીસે આપતા રિયાના માતા સપનાબહેન અને પપ્પા સમીરભાઈ સહિતના પરિવારના સભ્યો ખુશીથી ઝૂમી ઉઠયા.