અમેરિકામાં પાછલા ૨૪ કલાક દરમિયાન કોરોનાના નવા દર્દીઓની સંખ્યા ફરીથી એકવાર બે લાખને પાર કરીને ૨,૧૯,૨૪૪ નોંધાઈ હતી અને સમાન ગાળા દરમિયાન ૨૫૯૭ દર્દીના મોત થયા હતાં. વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોનાના કેસીસ ૬.૮૫ કરોડને પાર થઇ ગયા છે અને ૧૫.૬૨ લાખથી વધારે દર્દીના મોત નોંધાયા છે. અત્યાર સુધીમાં ૪.૭૪ કરોડથી વધારે લોકો ફરીતી સાજા પણ થઇ ગયા છે. બ્રિટનમાં કોરોનાની રસી આપવાની કામગીરી શરૃં થઇ ગઇ હોવા છતાં પણ આગામી ઠંડીઓમાં માસ્ક લગાવવો પડશે તેમ અધિકારીઓનું માનવું છે. ઈટલી અને જર્મનીમાં કોરોના સંક્રમણ હજું પણ નિયંત્રણની બહાર છે. ઇટલીમાં મૃતકોનો આંકડો ૬૦ હજારથી વધી ગયો છે અને જર્મની પણ કડક લોકડાઉન લાદવાની વિચારણા કરે છે.

જર્મનીમાં આકરુ લોકડાઉન લાદવાની તૈયારી

ફ્રાન્સમાં લોકડાઉનને પરિણામે કોરોનાને અંકુશમાં લેવામાં સફળતા મળી છે તેને ધ્યાનમાં રાખીને આખરે જર્મન સરકાર પણ આ બાબતે પોતાનું વલણ બદલી રહી છે. જર્મન હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું છે કે હાલની સ્થિતિને ગંભીરતાથી લેવી પડશે. અમારી પાસે પ્રતિબંધોને કડક કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. દેશમાં શાળાઓ અને બિનજરૂરી દૂકાનો બંધ કરવામાં આવી શકે અને કડક લોકડાઉનની જાહેરાતની પણ શક્યતા છે. ઈટલીમાં કોરોનાના કારણે ૫૬૪ના મોત નોંધાયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here