ઝારખંડ (Jharkhand) માં દુમકા જિલ્લા (Dumka District)ના મુફસ્સિલ પોલીસ સ્ટેશન (Mufassil Police Station)માં પતિની સાથે મેળો જોઇને ઘરે પાછી આવી રહેલ પાંચ બાળકોની માતા સાથે સામૂહિક દુષ્કર્મ (Gang Rape) થયાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના મંગળવારે મોડી રાત્રે એ સમયે બની જ્યારે મહિલા મેળો જોઇને પાછી આવી રહી હતી. સંથાલ (Santhal)ના DIG સુદર્શન પ્રસાદ માંડલ (Sudarshan Prasad Mandal) એ ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું કે પોલીસ કેસની તપાસ કરી રહ્યું છે. સાથો સાથ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આની પહેલાં ડીઆઇજીની સાથે પોલીસ અધિક્ષક અંબર લકડા (SP, Ambar Lakra)એ ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓને મુફસ્સિલ પોલીસ સ્ટેશન પહોંચીને ઘટનાના સંબંધમાં માહિતી લીધી અને પીડિત મહિલાના નિવેદનના આધાર પર કેસની તાત્કાલિક તપાસ કરીને સંડોવાયેલા આરોપીઓને મોડું કર્યા વગર પડકવાના નિર્દેશ આપ્યા. તેમણે કહ્યું કે પીડિતાને મેડિકલ તપાસ માટે મોકલી દેવાઇ છે.

પીડિત મહિલા એ એક આરોપીની કરી ઓળખ

ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ સુદર્શન પ્રસાદ માંડલે કહ્યું કે સંડોવાયેલા આરોપીઓની ઓળખ થઈ રહી છે. પીડિતાને તબીબી સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે મેડિકલ તપાસનો રિપોર્ટ આવશે ત્યારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસને આપેલા નિવેદનમાં, મહિલાએ આ ઘટનામાં 17 આરોપીઓની સંડોવણી વિશે જણાવ્યું છે, જેમાંથી એક આરોપીની ઓળખ કરે છે, જે તેમના ગામનો રહેવાસી હોવાનું કહેવાય છે.

પીડિતાના પતિને પાંચ આરોપીઓએ પકડી લીધો હતો

પીડિતાના પતિએ જણાવ્યું કે ગામમાં દર મંગળવારે બજાર ભરાય છે. જ્યાં તે પત્ની સાથે ખરીદી કરવા ગયો હતો. હું સવારે આઠ વાગ્યાની આસપાસ ખરીદી કરીને બજારમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો. તે જ સમયે લગભગ 17 છોકરાઓ રસ્તામાં નશામાં ઉભા હતા. તેમાંથી પાંચે તેને પકડ્યો અને બાકીના છોકરાઓ પત્નીને ઉઠાવીને ઝાડી તરફ લઈ ગયા. જ્યાં દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો.

મહિલા મંગળવારે મેળો જોઇને પાછી ફરી રહી હતી

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર દુમકા મુફસ્સિલ પોલીસ સ્ટેશનમાં પાંચ બાળકોની માતા પીડિત મહિલા પોતાના પતિની સાથે મંગળવારના રોજ સામાન ખરીદવા માટે સાપ્તાહિક હાટડીમાં ગયા હતા. આ ગામમાં એક મેળાનું પણ આયોજન કરાયું હતું. મોડી રાત્રે મેળામાંથી પાછા આવતા સમયે કેટલાંક મનચલોએ પતિને કબ્જામાં લઇને મહિલા પર ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો. બુધવારે સવારે પીડિતા તેના પતિ સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસને ઘટનાની જાણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here