ધરતી સિવાય ક્યાંય સજીવો (પરગ્રહવાસી-એલિયન્સ) છે કે કેમ તેની તપાસ વિજ્ઞાનીઓ વર્ષોથી કરે છે. એલિયન્સની હાજરીના દાવા પણ થતા રહે છે. એવો જ એક દાવો ઈઝરાયેલના સ્પેસ સિક્યુરિટી એક્સપર્ટ હાઇમ એશદ કર્યો હતો. હાઈમે ઈઝરાયેલના અખબારને આપેલા ઈન્ટર્વ્યુમાં કહ્યું હતું કે પરગ્રહવાસીઓ ધરતી પર રહે છે. અમેરિકા અને ઈઝરાયેલ સાથે આ પરગ્રહવાસીઓને કરાર છે, જે પ્રમાણે તેની હાજરી અંગે કોઈને વાત કરવાની નથી.

જગતભરમાં આ દાવાની ચર્ચા

પ્રોફેસર હાઈમ ઈઝરાયેલની સ્પેસ સિક્યુરિટીના ૩૦ વર્ષ સુધી (૧૯૮૧થી ૨૦૧૦) ચીફ રહી ચૂક્યા છે. માટે આ દાવો પહેલી નજરે હાસ્યાસ્પદ લાગતો હોવા છતાં જગતભરમાં તેની ચર્ચા મંડાઈ છે. હાઈમે કહ્યું હતુ કે આ પરગ્રવાસીઓના સંગઠનનું નામ ગ્લેક્ટિક ફેડરેશન છે અને તેઓ ધરતી ઉપરાંત મંગળ પર ભુગર્ભમાં રહેણાંક બનાવીને રહે છે.

એલિયન્સની વિગતો જાહેર કરવાના હતા ટ્રમ્પ

એલિયન

તેમણે કહ્યુ હતુ કે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ તેના વિશે જાણેે છે અને એક વખત એ આ એલિયન્સની વિગતો જાહેર પણ કરી નાખવાના હતા. એલિયન્સ એવુ માને છે કે તેમની હાજરીની જાણકારી મળશે તો ધરતી પર લોકો ગભરાઈ શકે છે. માટે અમને લો-પ્રોફાઈલ જ રહેવા દો. એલિયન્સે અમેરિકી સરકાર સાથેે એવો કરાર કર્યો છે કે તેમને ધરતી પર અમુક પ્રકારના પ્રયોગો કરવા દેવામાં આવે. જે રીતે આપણા વિજ્ઞાાનીઓ અવકાશ મથકમાં જઈને પ્રયોગ કરે છે, એ રીતે.

હાઈમનો આ દાવો સાચો હોય કે કલ્પના તરંગ હોય પરંતુ એ વાત હકીકત છે કે અમેરિકી સરકાર નિયમિત રીતે પરગ્રહીઓની તપાસ કરતી રહે છે. ઓગસ્ટ મહિનામાં જ અમેરિકી સંરક્ષણ વિભાગે યુએફઓ (અનઆઈડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબજેક્ટ)ની તપાસના આદેશ આપ્યા હતા. ધરતી પર કોઈ ઉડાવતા ન હોય એવા વિમાન કે વાહન તો પરગ્રહીઓના જ હોય એમ માની તેને યુએફઓ ગણવામાં આવે છે. એવી તપાસ તો અમેરિકાએ ભૂતકાળમાં પણ અનેક વખત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here