દેશના વિવિધ રાજ્યોમાં વિવિધ ગુન્હાખોરીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ મહારાષ્ટ્ર સરકાર એક ગુન્હામાં સખ્ત કાયદો ઘડ્યો છે. જેમાં મહારાષ્ટ્ર રાજ્યમાં બળાત્કાર કરનારા આરોપીને મોતની સજા કરવામાં આવશે. રાજ્ય પ્રધાન મંડળે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી.  જો કે એ ઉપરાંત આજીવન કારાવાસ, મોટી રકમનો દંડ તથા બીજી સજાની જોગવાઇ પણ આ પ્રસ્તાવમાં ઉમેરવામાં આવી હતી.

બીજી સજાની જોગવાઇ પણ આ પ્રસ્તાવમાં ઉમેરવામાં આવી

મહારાષ્ટ્ર રાજ્યમાં બળાત્કાર કરનારા આરોપીને મોતની સજા કરવામાં આવશે

નોંધપાત્ર છે કે આ કાયદાને શક્તિ ધારા તરીકેની ઓળખ આપવામાં આવી છે. ત્યારે આ શક્તિ ધારા તરીકે ઓળખાનારા આ કાયદામાં એસિડનો ભોગ બનેલી પીડિતાને પ્લાસ્ટિક સર્જરી દ્વારા નવો ચહેરો મેળવવો હોય તો રાજ્ય સરકાર તરફથી દસ લાખ રૂપિયાની સહાય આપવાની પણ જોગવાઇ  હતી. એ રકમ આરોપી પાસેથી વસૂલ કરવામાં આવશે. આ પ્રસ્તાવ વહેલી તકે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે એવી જાહેરાત રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કરી હતી.

રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કરી

શક્તિ ધારા અન્વયે ત્રીસ દિવસમાં આ કેસ પૂરો કરવાની તાકીદ પણ ઉમેરવામાં આવી હતી. દેશમુખે કહ્યું કે આ કાયદો સખત હોવાથી અપરાધીઓમાં એની ધાક બેસશે અને રાજ્યની બહેન દીકરીઓ સુરક્ષિત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here