ઈમરાન ખાન (Imran Khan)ના ‘ન્યુ પાકિસ્તાન’ને ભારતીય સેના (Indian Army)ના પરાક્રમથી એ હદે ડરી ગયા છે કે તેણે પોતાના સૈનિકોને હાઇ એલર્ટ પર રાખ્યા છે. પાકિસ્તાન (Pakistan)ને ડર છે કે ભારત બીજી સર્જિકલ સ્ટ્રાઇક (Surgical Strike) કરી શકે છે. આ વાતનો ખુલાસો બીજા કોઈએ નહીં પરંતુ પાકિસ્તાની મીડિયાએ કર્યો છે. જીઓ ન્યૂઝે પાકિસ્તાનના અધિકારીઓને ટાંકીને કહ્યું છે કે ભારત ફરી એકવાર પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારીમાં છે.

… તો ખૂબ જ ખરાબ હાલ થશે

ભારતીય સેના (Indian Army)એ ભૂતકાળમાં સર્જિકલ સ્ટ્રાઈક દ્વારા પાકિસ્તાન (Pakistan)ની નાપાક હરકતોનો જવાબ સર્જીકલ સ્ટ્રાઇકથી આપી ચૂકી હતી, જેના લીધે પાકિસ્તાનને ભારે હાલાકી વેઠવી પડી હતી. ઈમરાન ખાન (Imran Khan)ની સરકાર હજી એ ડરમાંથી બહાર નીકળી નથી, એવામાં જો ભારત ફરીથી કોઈ મોટી કાર્યવાહી કરશે તો પાકિસ્તાન ખૂબ ખરાબ સ્થિતિમાં પહોંચી જશે. આથી ઇમરાને પોતાની સેનાને હાઈએલર્ટ પર રાખી છે.

ધ્યાન ભટકાવાની કોશિષ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લદ્દાખ અને ડોકલામમાં ઝાટકો લાગ્યા બાદ ભારત નિયંત્રણ રેખા (LoC) અને ભારત-પાકિસ્તાન વર્કિંગ બાઉન્ડ્રી પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. હુમલો થવાની સંભાવનાને કારણે પાકિસ્તાનના સશસ્ત્ર દળોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. ભારત આવું પોતાની આંતરિક સમસ્યાઓથી ધ્યાન ભટકાવવા માટે આ કરી શકે છે. રિપોર્ટ અનુસાર ભારત ખેડૂત આંદોલન અને અન્ય મુદ્દાઓથી આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ભટકાવવા માટે બોર્ડર એક્શન અથવા સર્જિકલ સ્ટ્રાઈકનો સહારો લઈ શકે છે.

આતંકવાદી છાવણીઓ નષ્ટ કરી હતી

જીઓ ન્યૂઝના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, 2016 માં ભારતે એલઓસી પર કોઈ પુરાવા વિના સર્જિકલ સ્ટ્રાઈકનો દાવો કર્યો હતો. આવો જ પ્રયાસ 26 ફેબ્રુઆરી 2019 ના રોજ કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના ઉરી સૈન્ય કેમ્પ પર આતંકવાદીઓએ હુમલો કર્યા બાદ ભારતીય સૈન્યએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. પુલવામામાં CRPFના કાફલા પર કરાયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં હવાઈ હુમલો કરીને આતંકવાદી છાવણીઓને નષ્ટ કરી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here