અમેરિકાના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને SpaceX કંપનીના માલિક એલન મસ્કના મંગળ ગ્રહ પર જવાના સપનાને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ટેક્સાસના કાંઠે બુધવારે સ્પેશએક્સનું સ્ટારશિપ રોકેટ બુધવારે ટેસ્ટ લોંચ દરમિયાન જોરદાર વિસ્ફોટ બાદ આગના ગોળામાં ફેરવાઈ ગયો હતો. કંપનીને આશા હતી કે આ શક્તિશાળી રોકેટ ભવિષ્યમાં તેમને મંગળ ગ્રહ પર લઈ જશે. બીજી તરફ, આ બ્લાસ્ટ પછી પણ સ્પેસએક્સે તેને ‘મહાન પરીક્ષણ’ ગણાવ્યું હતું અને સમગ્ર સ્ટારશિપ ટીમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આ બ્લાસ્ટ પછી પણ સ્પેસએક્સે તેને ‘મહાન પરીક્ષણ’ ગણાવ્યું

એલન મસ્કે પણ આ ઉડાણની ગણતરીની મિનિટો બાદ જ ટ્વિટ કરીને જણાવ્યું

ટેસ્લા કાર બનાવવાળી કંપનીના માલિક એલન મસ્કે પણ આ ઉડાણની ગણતરીની મિનિટો બાદ જ ટ્વિટ કરીને જણાવ્યું હતું, મંગળ ગ્રહ અમે આવી રહ્યા છીએ, જોકે ત્યાર બાદ તેમણે જણાવ્યું કે રોકેટ બહુજ ઝડપથી લેન્ડિંગ કરી રહ્યું હતું

રોકેટ બહુજ ઝડપથી લેન્ડિંગ કરી રહ્યું હતું

, આ કારણથી તેમાં વિસ્ફોટ સર્જાયો હતો. તેમણે આ રોકેટના સફળ પરિક્ષણ અંગે જણાવ્યું કે સ્ટારશીપ રોકેટે ટેક ઓફ કર્યું અને ઉડાણ દરમ્યાન તે પોતાની સ્થિતિથી બદલાયું તથી લેન્ડિંગ માટે તે ઉતરાણ માટેના પ્રક્ષેપણમાં ચોક્કસ માર્ગમાં આવી ગયું હતું.એલન મસ્કે ટ્વીટ દ્વારા જણાવ્યું કે ‘અમને જરૂરી બધા આંકડા મળી ગયા છે.

સ્પેસએક્સની ટીમ તમને અભિનંદન. ‘ બીજી તરફ, એવું કહેવામાં આવી રહ્યું છે કે બુધવારે રોકેટ યોગ્ય સમયે ઉડાણ ભરી અને સીધા ઉપરની તરફી દીશામાં ગયું આ સમય દરમિયાન રોકેટેનું બીજું એન્જિન પણ શરૂ થયું. લગભગ 4 મિનિટ અને 45 સેકંડની ઉડાણ પછી, રોકેટનું ત્રીજું એન્જિન પણ શરૂ થયું અને રોકેટ ઝડપથી તેની ઇચ્છિત સ્થિતિમાં આગળ વધ્યું હતું. પરંતુ તે લેન્ડિંગ વખતે ક્રેશ થઈ ગયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here