દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાંના એક એવા રિલાયંસ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી દાદા બની ગયા છે. મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ આજે સવારે 11 વાગ્યે પુત્રને જન્મ આપ્યો હતો.

9 માર્ચ, 2019માં આકાશ અને શ્લોકાના લગ્ન થયા હતા. તેમના લગ્નની ઉજવણી દેશ અને દુનિયાભરમાં ભારે નોંધનીય બની હતી.

શ્લોકા મહેતા એન્ટરપ્રેન્યોર છે. હાલમાં તે હીરા કારોબાર સાથે જોડાયેલ રોજી બ્લૂ ફાઉન્ડેશનની ડિરેક્ટર છે. આ કંપનીના માલિક રસેલ મેહતા શ્લોકાના પિતા છે. 

મુકેશ અંબાણીએ ખરીદી હતી ટોય ચેન

મુકેશ અંબાણીની કંપની  રિલાયન્સે ગત વર્ષે લગભગ 620 કરોડ રૂપિયામાં બ્રિટનના રમકડા બ્રાંડ હૈમલેજ ગ્લોબલ હોલ્ડિંગ્સ લિમિટેડને ખરીદી હતી. ત્યારે લોકોએ સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી હતી કે મુકેશ અંબાણી પોતાના પૌત્ર માટે પહેલાંથી જ રમકડાં ભેગા કરી રહ્યા છે.

આકાશ અને શ્લોકાની મુલાકાત સ્કૂલમાં થઇ હતી. બન્નેનું સ્કૂલિંગ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં થયું હતું. સ્કૂલનો અભ્યાસ પૂર્ણ થયા પછી શ્લોકા એન્થ્રોપોલોજીનો અભ્યાસ કરવા માટે અમેરિકાની પ્રિંસટન યૂનિવર્સિટી ગઇ. તેના પછી તેણે માસ્ટર્સ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ટ પોલિટિકલ સાઇન્સથી કર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here