Googleએ એક નવી એપ લોન્ચ કરી છે, જેમાં કોઈને બોલવામાં મુશ્કેલી પડી રહી છે, તેવા લોકો માટે પોતાની વાત સામેવાળા સુધી પહોંચાડવામાં સરળતા રહેશે. તેને ‘લુક ટૂ સ્પીક’ (Look To speak) નામ આપવામાં આવ્યું છે. આ એપ આંખોની મદદથી ફોન પર લખેલા ટેક્સ્ટને જોરથી વાંચીને સામેવાળા વ્યક્તિને બતાવશે. આ એપ તે લોકો માટે કારગત નીવડશે જેમને બોલવામાં પરેશાની થાય છે અને પોતાની વાત પહોંચાડવા માટે કોઈ ડિવાઈસનો ઉપયોગ કરવો પડે છે. એપના એક્સપેરિમેન્ટ વિદ ગૂગલ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવ્યો છે.
આ એપ Google Play Storeના માધ્યમથી તમામ એન્ડ્રોઈંડ વન ડિવાઈસેસ અને એન્ડ્રોઈંડ 9.0થી ઉપરના વર્ઝન માટે ઉપલબ્ધ છે. તેના સિવાય એપમાં ઘણા ઓપ્શન આપવામાં આવ્યા છે, જેની મદદથી યૂઝર્સ પોતાના હિસાબે સેટ કરી શકે છે.
આ રીતે કરે છે કામ
એપના ઉપયોગ માટે લોકોએ પોતાના ફોનને સ્થિર રાખવો પડશે. ત્યારબાદ તેમણે ફોનમાં લખેલા ટેક્સ્ટની જેમ જોવાનું રહેશે. જો તે ઉપરની તરફ દેખાય છે તો એપ ત્યાં લખેલા ટેક્સ્ટને જોરથી બોલીને સંભાળાવશે. આ રીતે એપ ફોનમાં નીચે, ડાબી કે જમણી બાજુ જોવા પર ત્યાં લખેલી વાતોને જોરથી બોલીને બતાવી દેશે. તેના માટે આ એપ આંખોની હલચલને ટ્રેક કરે છે કે યૂઝર્સ ક્યા જોઈ રહ્યો છે.about:blankabout:blankabout:blank
Googleનો દાવો છે કે તમામ ડેટા ખાનગી છે અને ફોનને ક્યારેય છોડવાનો નથી. લોકોને આ એપના ઉપયોગ કરવામાં મદદ માટે Googleએ એક ટ્યૂરોરિયલ અને એક ગાઈડ બનાવી છે. જેમાં ટોપ ટિપ્સ બતાવવામાં આવી છે, જેવી રીતે કે ફોનને કંઈ પોઝિશનમાં રાખવાનો છે, આંખોથી કેવી રીતનો ઈશારો કરવાનો છે, જેવું કે…. એપના સત્તાવાર બ્લોગમાં દાવો કરવામાં આવ્યો છે કે આ એપ ઘણા લોકો માટે કામ સરળ કરી શકે છે. આ એપની મદદથી લોકો અન્ય કોઈ ડિવાઈસ વગર પોતાની વાત બીજા સુધી પહોંચાડી શકે છે.
પહેલાથી સ્ટોર છે એપમાં ઘણા સવાલ
એપમાં પહેલાથી તમારું નામ શું છે?, તમે કેમ છો, જેવા અનેક સવાલ સ્ટોર કરવામાં આવ્યા છે. યૂઝર્સને માત્ર તેની તરફ જોવાનું રહેશે અને એપ તેની જાતે જ સામેવાળી વ્યક્તિને તે જ સવાલ પુછી લેશે, જે યૂઝર્સ પુછવા માંગે છે. એપમાં જો કોઈ બીજો વ્યક્તિ ઈચ્છે તો તે પોતાના અવાજમાં પણ વોઈસ નોટ સેવ કરી શકે છે.