ગુજરાત વિધાનસભામાં આજે કેગનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જેમાં ઘણા ખરા કૌભાંડ ઉજાગર થયા હતા. આરોગ્ય ખાતાના મોટા મોટા કૌભાંડ સામે આવ્યા હતા. આવો જાણીએ શું શું ખુલ્યું કેગના ઓડિટ રિપોર્ટમાં?
  • ગુજરાતની સરકારી હોસ્પિટલમાં 150માંથી 33 દવાઓ નથી
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો
  • બેદરકારીના કારણે સરકારને 37.96 કરોડ વધારાનો ખર્ચ ભોગવ્યો

ઔષધી ખરીદીમાં આરોગ્ય વિભાગનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. કેગ ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, લાયસન્સ રદ થયેલી ફાર્મસી પાસેથી સરકારે ઔષધીની ખરીદી કરી છે. ઓઢવ કો-ઓપરેટિવ ફાર્મસી પાસેથી 1.34 કરોડની ઔષધી ખરીદી છે. જામનગરની આયુર્વેદ ફાર્મસી પાસેથી ગુલકુંવરબા GHAએ 3.78 કરોડની ઔષધી ખરીદી કરી છે. 

બેદરકારીના કારણે સરકારને 37.96 કરોડ વધારાનો ખર્ચ ભોગવ્યો

  • CM રૂપાણી બોલ્યાં, પરેશભાઈ કહે છે 55 ટકા પ્રીમિયમ પ્રાઇવેટ કંપની લઈ જાય છે એટલે જ તો અમે…
  • ડિવિલિયર્સે નામ બદલીને પંત કરી દીધું તો વિરાટે પણ સિમરનજીત રાખ્યું, હકીકત જાણીને કરશો સલામ
  • કંગના જે ઈચ્છતી હતી તે કરવા હું કંફર્ટેબલ ન હતો અને એટલે જ મેં Manikarnika ફિલ્મ છોડી : સોનુ સૂદ

CAGના અહેવાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો છે. 1200 બેડની સિવિલ હોસ્પિટલની ડીઝાઇન ખામીયુક્ત હોવાનું ખુલ્યું છે. ફાયર સેફ્ટીને પણ ધ્યાનમાં લેવામાં ન આવી હોવાનું ખુલ્યું છે. બેદરકારીના કારણે સરકારને 37.96 કરોડ વધારાનો ખર્ચ ભોગવ્યો હતો. 

ગુજરાતની સરકારી હોસ્પિટલમાં 150માંથી 33 દવાઓ નથી

કોરોનાના કહેર વચ્ચે રાજ્યની સરકારી હોસ્પિટલમાં દવાઓની અછત હોવાનું સામે આવ્યું છે. કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સરકારી હોસ્પિટલમાં દવાઓની અછત છે. સરકાર પાસે ભંડોળ હોવા છતા દવાઓની ખરીદી ન કરાઈ હોવાનો ખુલાસો થયો છે. કેગના રિપોર્ટ મુજબ ગુજરાતની સરકારી હોસ્પિટલમાં 150માંથી 33 દવાઓ ઉપલબ્ધ નથી.

કેગના રિપોર્ટમાં ગૌચર જમીનની હકીકત સામે આવી છે. ગૌચરનિધિના 26.40 કરોડ રૂપિયા સરકારે જતા કર્યા છે. ઉદ્યોગોને ગૌચર જમીન ફાળવણીના કેસમાં રૂપિયા ન વસૂલ્યા. 26 કેસમાં ગૌચરનિધિના રૂપિયા જ ન વસૂલ્યા. 

અગિયારીઓના રહેઠાણની સુવિધા માટે કોઇ ખર્ચ નહીં

CAGના ઓડિટ રિપોર્ટમાં અગરિયાઓને લઇ મોટો ખુલાસો થયો છે. CAGના ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યું છે કે ખરાબ રોડના કારણે અગરિયાને મળતી સેવા પ્રભાવિત થાય છે. ભાવનગરમાં ખરાબ રસ્તાના કારણે તબીબી સેવા પ્રભાવિત છે. પાટણ, મોરબી, કચ્છમાં પણ રસ્તાઓની યોગ્ય જાળવણી થતી નથી.

SLECના નિર્ણયના 5 વર્ષ બાદ રહેઠાણની વ્યવસ્થા નથી. અગરિયાઓના રહેઠાણની સુવિધા માટે કોઇ ખર્ચ કરાયો નથી. અગરિયાઓને અપેક્ષા આધારે પાણી પહોંચાડાયું નથી. દૂરના વિસ્તારોમાં અગરિયાઓ ઝુંપડું બાંધી રહે છે. 2014-19 દરમિયાન રૂ.34.69 કરોડના વણવપરાયેલા પડી રહ્યા છે. અગિયારીઓના રહેઠાણની સુવિધા માટે કોઇ ખર્ચ નહીં. અગરિયાઓને અપેક્ષા આધારે પાણી પહોંચાડાયું નથી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here