ખાનગી હોસ્પિટલો (Private Hospital)ને ટકર આપતી રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) એકપછી એક સફળ સર્જરી (Surgery) કરવામાં આવી રહી છે. ENT વિભાગના ડોકટરો (Doctors of the ENT department) દ્વારા 70 વર્ષના વૃદ્ધને દોઢ કિલ્લો થાઇરોડની ગાંઠ (Thyroid tumor)નું ગાળાનાં ભાગે સફળ સર્જરી કરવામાં આવી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી પીડાતા મગનભાઈને ગળામાં મોટી ગાંઠ થઈને એ સતત વધતી જતી હોવાથી છેલ્લા બે મહિનાથી તેમને જમવામાં તકલીફ પડતી હતી અને છેલ્લે તો શ્વાસ પણ લઈ શકતા નાહોવાથી રાજકોટ સિવિલમાં ઈમરજન્સીમાં દાખલ કર્યા હતા. અહીંની ડોક્ટરોની ટીમે ખુબ મહેનત કરી મગનભાઈને ગળાની તકલીફ દૂર કરી માત્ર પંદર દિવસમાં સાજા કરી દીધા હતા.

મગનભાઈ સાયલા તાલુકાના સોખડા ગામના વતની છે. તેમને ઘણા સમયથી ગળામાં અંદરની તરફ ગાંઠ વધવા લાગી હતી. રાજકોટ સિવિલ ખાતે લાવવામાં આવ્યા ત્યારે તેમની સ્થિતિ નાજુક હોવાનું ઈ.એન.ટી. વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. પરેશ ખાવડુ જણાવ્યું હતું. શરૂઆતમાં તેમને લાગ્યું કે કદાચ કેન્સરની ગાંઠ હશે, પરંતુ તેનું સીટી સ્કેન કરતા તે થાઇરોડની ગાંઠ હોવાનું માલુમ પડ્યું. આ ગાંઠની તત્કાળ સર્જરી કરવી જરૂરી હતી. સારવાર તેમજ દર્દીને ઓપરેશન માટે ડોક્ટરોની ટીમે તૈયારી બતાવી હતી.

કેન્સરના ડોક્ટર રાજેશ માકડીયા, ડો. સેજલ મિસ્ત્રી, ડો. મોનીલ સહિતની ટીમ દ્વારા મગનભાઈની ગળાની ગાંઠની સફળ સર્જરી કરી હોવાનું અને હાલ તેમને કોઈ તકલીફ નહી હોવાનું ડો. પરેશ જણાવે છે. સર્જરી બાદ જરૂરી સારવારના અંતે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ઈ.એન.ટી વિભાગના અન્ય સર્જન ડો. સેજલ મિસ્ત્રી આ પ્રકારની બીમારી વિશે વાત કરતા જણાવે છે કે, આ પ્રકારના કેસ જવલ્લે જ જોવા મળે છે. સામાન્ય રીતે આ પ્રકારની ગાંઠ ગળાના મધ્યભાગે થતી હોઈ છે. પરંતુ તેમના કિસ્સામાં ગાંઠ અંદરના ભાગે અન્ન નળી અને શ્વાસનળીની વચ્ચે બંને તરફ પ્રસરેલી હતી, ધોરી નસ પર દબાણ કરતી હતી તેમજ છાતીના ભાગે ફેફસાના ઉપરના ભાગે પણ આગળ વધી ગયેલી હતી.

થાઇરોડની ગ્રંથિની આ ગાંઠની સર્જરી ખુબ જટિલ હોવાનું ડો. સેજલ મિસ્ત્રી જણાવે છે. ઈ.એન.ટી. વિભાગની ટીમ તેમજ અન્ય ડોક્ટરની મદદથી અમારી ટીમે ખુબ જ મહેનત કરી ગાંઠની સફળ સર્જરી કરી, આ ગાંઠનું કુલ વજન લગભગ દોઢ કિલો જેટલું હોવાનું ડો. સેજલ જણાવે છે.

મગનભાઈને સ્વાસ્થ્ય પ્રાપ્ત થતા હવે તેઓ સારી રીતે ભોજન તેમજ શ્વાસ લઈ શકે છે. તેઓ સ્વસ્થ ચિતે તેમની બીમારીની વાત કરતા કહે છે કે આમ તો મને છેલ્લા છ મહિનાથી તકલીફ હતી, તેમજ સારવાર પણ ચાલતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તકલીફ વધી જતા મને અહીં દાખલ કર્યો હતો. મારી સારવાર બદલ ડોક્ટર ટીમ અને રાજ્ય સરકારનો આભાર માનુ છુ.

મગનભાઈના પુત્ર કરમસીભાઇ જણાવે છે કે અમને સારવાર દરમ્યાન કોઈ તકલીફ પડી નથી. સ્ટાફ દ્વારા સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો છે અને એકપણ રૂપિયાના ખર્ચ વગર મારા બાપાને આ લોકોએ સાજા કર્યા છે. સિવિલના વિવિધ વિભાગોમાં મગનભાઈની જેમ ગંભીર રોગના અનેક દર્દીઓનું નિદાન, સારવાર તેમજ જરૂરી સર્જરીની સુવિધા નિઃશુલ્ક મેળવે છે. જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારને સ્વાસ્થ્ય સાથે ખુશી પ્રદાન કરવાની રાજ્ય સરકારની વિભાવના સાચા અર્થમાં તેમના ચહેરા પર પ્રતીત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here