દેશના ઇતિહાસ માટે આજનો દિવસ ખૂબ જ અગત્યનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ ભવન માટે ભૂમિપૂજન કરી રહ્યા છે. નવા સંસદ ભવનમાં આધુનિક સુવિધાઓ હશે અને 2022 સુધીમાં તૈયાર થઇ જશે. સંસદ ભવનના ભૂમિ પૂજન કાર્યક્રમમાં કેટલીય હસતીઓ હાજર છે. ઉદ્યોગપતિ રતન ટાટા, અમિત શાહ, રાજનાથ સિંહ અને બીજા કેટલાંય કેન્દ્રીય મંત્રી કાર્યક્રમમાં સ્થળ પર હાજર છે. 

ઇન્ડિયા ગેટ નજીક સેન્ટ્રલ વિસ્ટા (Central Vista) કાર્યક્રમની અંતર્ગત બનાવવામાં આવી રહેલ નવા ભવનનો આ કાર્યક્રમ માત્ર પ્રતીકાત્મક રીતે શિલાન્યાસ કરશે, પરંતુ તેનું નિર્માણ અત્યારે શરૂ થઈ શકશે નહીં. કારણ કે સુપ્રીમ કોર્ટમાં આ સંદર્ભે એક અરજી પર સુનવણી ચાલી રહી છે. સંસદનું આ નવું મકાન 20,000 કરોડના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના 13.4 કિલોમીટર લાંબા રાજપથ પર સરકારી ભવનોના પુન:નિર્માણ થવાનું છે. જાણો આ ભવન સાથે જોડાયેલી જાણી-અજાણી વાતો

નવા સંસદ ભવનના કાર્યક્રમ અને તેની વિશેષતાઓ

– શિલાન્યાસ કાર્યક્રમ બપોરે 12.55 વાગ્યે શરૂ થવાનો છે અને પાયાની ઇંટ બપોરે 1 વાગ્યે મૂકવામાં આવશે. 1.30 વાગ્યે સર્વધર્મ પ્રાર્થના થશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2.15 વાગ્યે સમારોહને સંબોધિત કરશે.

આ ચાર માળની બિલ્ડિંગ 64,500 વર્ગ મીટરમાં ફેલાશે અને તેના નિર્માણ પાછળ કુલ 971 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સંભાવના છે કે તેનું નિર્માણ કાર્ય ઑગસ્ટ 2022 એટલે કે દેશના 75મા સ્વાતંત્ર્ય દિવસ સુધીમાં પૂર્ણ થઈ જશે.

– નવા સંસદ ભવનને વાસ્તુ સિવાયના તમામ દ્રષ્ટિથી પણ સુંદર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ નવું ભવન બનાવવા માટે ઘણા દેશોની સંસદનું નિરીક્ષણ કરીને આર્કિટેક્ટ્સે તેમની પાસેથી પ્રેરણા લીધી. આ બિલ્ડિંગનો ત્રિકોણાકાર પણ વાસ્તુ અનુસાર નક્કી કરવામાં આવ્યો છે. ભારતની સંસ્કૃતિમાં ત્રિકોણનું ઘણું મહત્વ છે. તે વૈદિક સંસ્કૃતિમાં પણ જોવા મળ્યું છે જેને ત્રિકોણ કહેવામાં આવે છે. અનેક પ્રકારના અનુષ્ઠાનો દરમિયાન પણ ત્રિકોણ આકૃતિ પણ દોરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ આકૃતિથી જ અનુષ્ઠાન પૂરું થાય છે.

– પ્રસ્તાવિત ભવનમાં લોકસભાના ગૃહમાં કુલ 888 સભ્યોની બેસવાની ક્ષમતા હશે, જ્યારે સંયુક્ત સત્રમાં તેને વધારીને 1224 સભ્યો કરવાનો વિકલ્પ પણ રાખવામાં આવશે. રાજ્યસભાના ગૃહમાં કુલ 384 સભ્યો બેસી શકશે અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેની જગ્યા વધારવાનો વિકલ્પ પણ રાખવામાં આવશે. હાલમાં લોકસભામાં કુલ 543 સભ્યો બેસી શકે છે, જ્યારે રાજ્યસભામાં કુલ 245 સભ્ય.

– દરેક સંસદસભ્યને શ્રમ શક્તિ ભવનમાં 40 વર્ગ મીટરની ઓફિસ સ્પેસ આપવામાં આવશે. આ બિલ્ડિંગનું નિર્માણ 2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ નવી બિલ્ડિંગ દેશના ગૌરવપૂર્ણ ઇતિહાસની ઝલક પણ બતાવશે, જેમાં દેશભરના કલાકારો અને શિલ્પકારોનું યોગદાન હશે.

– હાલની સંસદ ભવનની મર્યાદિત ક્ષમતાઓને કારણે આ નવી ઇમારતનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આપણું વર્તમાન સંસદ ભવન બ્રિટિશ કાળમાં બનાવવામાં આવ્યું હતું. તેનો પાયો 1921માં નંખાયો હતો. અત્યારના સમયગાળા દરમિયાન સંસદીય કાર્ય અને તેની જટિલતા વધી છે. ઘણા સાંસદોએ આધુનિક અને હાઇટેક સુવિધાની માંગણી કરી છે.

– હાલના સંસદ ભવનને મોર્ડન કોમ્યુનિકેશન અને ભૂકંપરોધી સંરક્ષણ પ્રણાલીની સાથે અપગ્રેડ કરી શકાશે નહીં કારણ કે તે 93 વર્ષ જૂની આ બિલ્ડિંગને નુકસાન પહોંચાડી શકે છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે તેને પુરાતત્વીય સંપત્તિ તરીકે સુરક્ષિત કરવામાં આવશે.

– આ નવું ભવન સંસાધન-કુશળ ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરશે, પર્યાવરણ-અનુકૂળ પ્રથાઓને પ્રોત્સાહન આપશે, રોજગારની તકો ઉભી કરશે અને આર્થિક શક્તિમાં વધારો કરશે. તેમાં ઉચ્ચ ગુણવત્તાની સાઉન્ડ સિસ્ટમ અને ઓડિયો-વિઝ્યુઅલ સુવિધાઓ, બેસવા માટે શ્રેષ્ઠ અને આરામદાયક વ્યવસ્થા, અસરકારક અને સમાવિષ્ટ ઇમરજન્સી સુવિધાઓ હશે.

– સરકારે કહ્યું છે કે તેના અંતમાં 20 એકરનો પાર્ક – નવ ભારત પાર્ક – યમુના નદીના કાંઠે બનાવવામાં આવશે, જેમાં ભવ્ય સ્ટ્રકચર અને ઇન્ફોટેનમેન્ટ સુવિધાઓ સ્થાપિત કરવામાં આવશે. તેમાં, ભારતના ઐતિહાસિક ગૌરવ, સાંસ્કૃતિક વારસો અને વિજ્ઞાન ક્ષેત્રે સિદ્ધિઓ દેખાડવામાં આવશે. તેમાં ભારતની વિવિધતામાં એકતા અને નવા ભારતની મહત્વાકાંક્ષા બતાવવામાં આવશે.

– હાલના સંસદ ભવનનું નિર્માણ કાર્ય 18 જાન્યુઆરી 1927ના રોજ શરૂ કર્યાના છ વર્ષ બાદ ખોલવામાં આવ્યું હતું. ગોળાકાર બનેલા અને 144 સ્તંભોવાળા આ ભવનની ડિઝાઇન સર એડવર્ડ લુટિયન્સ દ્વારા તૈયાર કરાઇ હતી જેમણે ઉત્તર દિલ્હીમાં નોર્થ બ્લોકથી લઇને કનોટ પ્લેસ સુધી ડિઝાઇન કરી હતી.

– ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેસ કોર્ટમાં અટકેલો હોવા છતાંય ‘આક્રમક ગતિથી આગળ વધવાના’ આરોપમાં ઠપકો આપ્યો હતો. કોર્ટ કહ્યું હતું કે તમે શિલાન્ય કરી શકો છો, તમે પેપરવર્ક પણ આગળ વધારી શકો છો, પરંતુ કોઇ નિર્માણ કાર્ય કરી શકશો નહીં. એક પણ વૃક્ષ કાપી શકશો નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here