ઓસ્ટ્રેલિયા (Australia) સામેની 3 મેચોની T-20 શ્રેણીની છેલ્લી મેચમાં ભારત (India)નો પરાજય થયો હતો. આ પરાજય પાછળ ટીમ ઈન્ડિયાની (Team India) ખરાબ ફિલ્ડિંગ કારણભૂત માનવામાં આવે છે. ભારતીય ખેલાડીઓએ આ મેચમાં ઢગલાબંધ કેચ છોડ્યા હતાં પરિણામે યજમાન ઓસ્ટ્રેલિયાન ઉંચો સ્કોર ખડો કરી શક્યું હતું.

આ મેચમાં ટીમ ઈન્ડિયા (Team India)ના ઝડપી બોલર શાર્દુલ ઠાકુર (Shardul Thakur) કેચ પડતો મુકવાને લઈને મેદાન પર જ લાલઘુમ થઈ ગયો હતો. શાર્દુલ ઠાકુરે મેદાન પર જ સાથી ખેલાડી દીપક ચાહર (Deepak Chahar) ગુસ્સો ઉતાર્યો હતો.

ગ્લેન મેક્સવેલે આક્રમક બેટિંગ કરતા માત્ર 36 બોલમાં જ 54 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન શાર્દુલ ઠાકુરના બોલ પર ચહલે મેક્સવેલને જીવતદાન આપ્યું હતું. આ જોઈને ઠાકુર ચાલુ મેચે જ ભારે ગુસ્સે થયો હતો.

16મી ઓવર બાદ ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ પર 145 રન બનાવ્યા હતા. મેથ્યૂ વેડ અને ગ્લેન મેક્સવેલ પીચ પર હતા. 17મી ઓવરના પાંચમા બોલે શાર્દુલે મેક્સવેલને પોતાની જાળમાં લગભગ ફસાવી દીધો હતો. મેક્સવેલે ડીપ બેકવર્ડ પોઇન્ટ પર શોટ માર્યો, ત્યાં દીપક ચાહર હાજર હતો. તેણે કેચ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના હાથમાંથી છૂટી ગયો.

દીપક ચાહરે મેક્સવેલને જીવતદાન આપ્યું ત્યારે તે 38 રન પર રમતો હતો. કેચ છૂટતાં જ શાર્દુલ ઠાકુર લાલઘુમ થઈ ગયો હતો. મેક્સવેલે તોફાની બેટિંગ કરી ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 186 રન બનાવી લીધા હતાં. મેક્સવેલે આક્રમક રીતે માત્ર 36 જ બોલમાં 54 રન ઝુડ્યા હતાં જે ઓસ્ટ્રેલિયાના વિજય માટે ખુબ જ મહત્વના સાબિત થયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here