વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હીમાં નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો. વર્ષ 2022 સુધીમાં નવુ સંસદ ભવન તૈયાર થશે, જેમાં અનેક આધુનિક સુવિધાઓ હશે. નવા સંસદ ભવનને ભવિષ્યની જરૂરિયાતો, વધુ સાંસદોની સંખ્યાના આધારે બનાવવામાં આવી રહ્યું છે. જો કે જૂનુ અને વર્તમાન સંસદ ભવન કામમાં આવતુ રહેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વર્તમાન સંસદ ભવનને સમયે-સમયે સંસદીય કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ ઉપરાંત તેનો ઉપયોગ એક મ્યુઝિયમ તરીકે થશે, જેથી આવનારી પેઢીને દેશની લોકતાંત્રિક યાત્રા વિશે જાણવા મળે.

જણાવી દઇએ કે વર્તમાન સંસદ ભવનમાં 560 ફૂટનો ડાયામીટર છે, જે મોટા કાર્યક્રમોના આયોજન માટે સક્ષમ છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યુ કે જૂના સંસદ ભવનને 93 વર્ષ પૂરા થઇ ગયા છે, આ સંસદ ભવન દેશની આઝાદી, બંધારણની રચના સહિત અન્ય ઐતિહાસિક ક્ષણોનું સાક્ષી રહ્યું છે.

જણાવી દઇએ કે વર્તમાન સંસદ ભવનનો શિલાન્યાસ 12 ફેબ્રુઆરી 1921ના રોજ કરવામાં આવ્યો હતો અને તેને 6 વર્ષમાં 83 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યુ હતુ. તેનુ ઉદ્ઘાટન ભારતના તત્કાલીન ગવર્નર જનરલ લોર્ડ ઇરવિન દ્વારા 18 જાન્યુઆરી 1927ના રોજ કરવામાં આવ્યું હતું.

જૂના સંસદ ભવનમાં સંશોધનનો હતો વિચાર

કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ ગુરુવારે નવા સંસદ ભવનની આધારશિલા કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આજના દિવસે ભારત જ નહી પરંતુ દુનિયાના ઇતિહાસમાં મહત્વનો છે. ભારતમાં ગણતંત્ર અને લોકતંત્ર લાંબા સમયથી સ્થાપિત છે.

મંત્રીએ જાણકારી આપી કે પહેલા વર્તમાન સંસદ ભવનમાં જ સુધારને લઇને વિચાર કરવામાં આવ્યો હતો પરંતુ ભવિષ્યમાં જો સાંસદોની સંખ્યા વધે તો તેમાં તેની જરૂરિયાતો પૂરી નહી થઇ શકે. આ જ કારણ છે કે નવા ભવનનો પ્રસ્તાવ સામે આવ્યો.

કેવુ હશે નવુ સંસદ ભવન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં બનવા જઈ રહેલા નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો.નવા સંસદ ભવનમાં આધુનિક સુવિધાઓ હશે. આ ભવન 2022 સુધીમાં તૈયાર થઇ જશે. નવું સંસદ ભવન ત્રિકોણ આકારનુ હશે અને કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ હશે. આ પ્રોજેક્ટમાં સંસદ ભવન બનાવવાની સાથે સાથે રાષ્ટ્રપતિ ભવન થી ઈન્ડિયા ગેટ સુધીના ત્રણ કિલોમીટર લાંબા રાજપથની બંને તરફ આવેલા વર્તમાન કાર્યાલયો અને નિવાસ સ્થાનોને હટાવીને સંયુક્ત કેન્દ્રીય સચિવાલય અને બીજી ઈમારતોનુ બાંધકામ કરવામાં આવશે. હાલમાં જ્યાં સંસદ ભવન પરિસર છે ત્યાં જ સંસદની નવી ઈમારતનુ પણ નિર્માણ થશે. વર્ષ 2022 સુધીમાં સંસદની નવી ઇમારતનું નિર્માણ પૂર્ણ કરવાની યોજના છે.

સંસદ

ઉલ્લેખનીય છે કે નવા સંસદ ભવનના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના બાંધકામ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત કન્સ્ટ્રક્શન. તોડફોડ કે ઝાડ કાપવાનું કામ ત્યાં સુધી ન થવું જોઈએ કે જ્યાં સુધી પેન્ડિંગ અરજીઓ પર અંતિમ ચુકાદો ન સંભળાવવામાં આવે. આ મુદ્દે સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટેને ભરોસો આપ્યો હતો કે કન્સ્ટ્રક્શન કે તોડ-ફોડ કરવામાં આવશે નહિ. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે ભૂમિપૂજનની પરવાનગી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here