સુરત શહેરના લીંબાયતના ગોડાદરા વિસ્તારમાંથી ગુમ થયેલી 18 વર્ષીય યુવતિની ઉમરા વિસ્તારમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી છે. નોંધનીય છે કે શંકાસ્પદ હાલતમાં આ યુવતી મળી આવતા ઉમરા, લીંબાયત સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હતી. આ યુવતી ભેદી સંજોગોમાં મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

યુવતી ભેદી સંજોગોમાં મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી

ઉલ્લેખનીય છે કે 18 વર્ષીય નેહા યાદવ નામની યુવતી ભેદી સંજોગોમાં મળી આવતા ચકચાર મચી ગઇ છે. યુવતી ઉમરા વિસ્તારમાં આવેલ કોલેજમાં અભ્યાસ કરે છે. ગત રોજ દસ હજાર જેટલી રકમ લઈ યુવતી ઘરેથી નીકળી હતી. પરિવારને જાણ કર્યા વિના નીકળેલી યુવતી ઘાયલ હાલતમાં અને ભેદી સંજોગોમાં મળી આવી છે.

દસ હજાર જેટલી રકમ લઈ યુવતી ઘરેથી નીકળી હતી

અંદાજીત દસ કિલો મીટર દૂરથી મળી આવી છે. સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા ગોકુળ ધામ રેસિડેન્સી નજીકથી આ યુવતી મળી આવી છે. આવી સ્થિતિમાં યુવતી મળી આવતા ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલિસ તરફથી જાણવા મળ્યું  છે, કે આ યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here