રાજકોટ મહાનગરપાલિકાએ કોરોના રસીકરણની તૈયારીના ભાગરૂપે આજથી ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો છે. આજથી શરૂ થયેલી કામગીરી ચાર દિવસ સુધી ચાલશે. બાદમાં ડેટા તૈયાર કરીને યાદી રાજ્ય સરકારને મોકલવામાં આવશે.શહેરના 958 જેટલા મતદાન બુથ પ્રમાણે 1 હજારથી વધારે ટીમ દ્વારા 50 વર્ષથી ઉપરના વ્યક્તિ અને 18 વર્ષથી 50 વર્ષ સુધીની ઉંમરના કેન્સર,હ્રદય રોગ,કિડની જેવી ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓની યાદી તૈયાર કરવાની કવાયત શરૂ કરાઇ છે.

બિમારી ધરાવતા વ્યક્તિઓની યાદી તૈયાર કરવાની કવાયત શરૂ કરાઇ

જ્યારે પણ વેક્સિન આવશે ત્યારે આ યાદીના આધારે તેને વેક્સિન આપવાનું આયોજન ગોઠવવામાં આવશે..મહાનગરપાલિકાની ટીમ દ્વારા જે વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવે છે તેમાં આવા વ્યક્તિઓના મોબાઇલ નંબર,આધારકાર્ડ નંબર સાથેનો ડેટા તૈયાર કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here