કહેવત છે ને કે દાને દાને પે લીખા હૈ ખાને વાલે કા નામ એવી જ રીતે ફિલ્મો ફિલ્મો પર પણ તેના કલાકારનું નામ લખેલું હોય છે. બોલિવૂડમાં એવા ઘણા કિસ્સા બનેલા છે જ્યારે કોઈ કલાકારે ફિલ્મ કરવાનો કોઈને કોઈ કારણસર ઇનકાર કરી દીધો હોય અને તેને બદલે આવેલો કલાકાર સુપર સ્ટાર બની ગયો હોય. ફિલ્મ ઝંઝીરથી મોટું કોઈ ઉદાહરણ હોઈ શકે નહીં. જેમાં ધર્મેન્દ્ર, દેવ આનંદ અને રાજેશ ખન્ના જેવા તત્કાલીન સ્ટાર્સે ઇનકાર કર્યા બાદ અમિતાભ બચ્ચનને તક અપાઈ અને ઇતિહાસ રચાઈ ગયો.

આવો જ એક કિસ્સો 1990ના દાયકામાં આવેલી ફિલ્મ દિવાનાનો છે. 1992ના વર્ષમાં રિલીઝ થયેલી ફિલ્મના નિર્દેશક હતા રાજકુંવર. પ્રોડ્યુસર હતા ગુડ્ડુ ધનોઆ અને લલિત કપુર. આ ફિલ્મમાં રિશી કપૂર, દિવ્યા ભારતી અને શાહરુખ ખાને રોલ કર્યો હતો.આ ફિલ્મ શાહરુખ ખાનની રિલીઝ થયેલી સૌપ્રથમ ફિલ્મ હતી અને તેને કારણે તે લોકપ્રિયતા હાંસલ કરી શક્યો હતો. તેણે અગાઉ હેમા માલિનીની ફિલ્મ દિલ આશના સાઇન કરેલી હતી પરંતુ રિલીઝ થઈ દિવાના.

દિવાના પહેલા તો માધુર દિક્ષીતને ઓફર કરાઈ હતી પરંતુ એ વખતે તે ખૂબ વ્યસ્ત હતી જેથી દિવ્યા ભારતીનો સંપર્ક કરાયો હતો. આવી જ રીતે રિશી કપૂરની પસંદગી થઈ ગઈ હતી પરંતુ બીજા હિરો માટે યુવાન કલાકારની શોધ હતી. રાજકુમાર કોહલીના પુત્ર અરમાન કોહલીને આ રોલ ઓફર કરાયો હતો. અરમાનની પહેલી જ ફિલ્મ હતી પરંતુ તે પોતાને સુપરસ્ટાર માનતો હતો અને તેણે ક્રિકેટીવ મતભેદને કારણે ફિલ્મ છોડી દીધી.

સની

ગુડ્ડુ ધનોઆએ તેના મિત્ર સની દેઓલનો સંપર્ક કર્યો. બંને મિત્રો હતા તો અગાઉ સાથે કામ પણ કરેલું હતું. જોકે સની પાસે નવી ફિલ્મ કરવાનો સમય ન હતો અને તેણે અન્ય નિર્માતાઓને તારીખો આપી દીધી હતી. આખરે ધર્મેન્દ્રએ જ સૂચન કર્યું કે નવોદિત શાહરુખ ખાનને ફિલ્મમાં લેવો જોઇએ જે ભવિષ્યનો સ્ટાર છે. ઉતાવળમાં શાહરુખને સાઇન કરી લેવાયો અને શૂટિગ શરૂ થયું. 26 જૂન 1992ના રોજ ફિલ્મ રિલીઝ થઈ અને ધમાલ મચી ગઈ. શાહરુખ સુપર સ્ટાર બની ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here