કૃષિ બિલના વિરોધમાં આજે દેશમાં ખેડૂતોએ બંધનું એલાન આપ્યું હતું. જેને પગલે પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ રેલ રોકો અભિયાન હાથ ધરીને રેલવેના પાટા પર જ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જોકે બપોર થતા થતા રાજસ્થાનમાં આ અભિયાને ઉગ્ર રુપ ધારણ કર્યુ છે. રાજસ્થાનમાં ખેડૂતો રોડ પર ઉતરી આવ્યા છે. તેમણે તંત્રની અનેક ગાડીઓને આગના હવાલે કરી હતી.
  • રાજસ્થાનમાં ખેડૂતો આંદોલન બન્યુ ઉગ્ર
  • કેન્દ્ર સરકાર સામે કરી રહ્યા છે આંદોલન
  • બિલ પરત લેવાની કરી રહ્યા છે માગ

આજે કૃષિબિલના વિરોધમાં ખેડૂત સંગઠનોનું ભારત બંધનું એલાન આપ્યું હતુ. જો કે રાજસ્થાનમાં આદોલને ઉગ્ર રૂપ ધારણ કર્યુ છે. રાજસ્થાનમાં મોટી સંખ્યામાં ખેડૂતો રોડ પર ઉતર્યા છે. 

  • CM રૂપાણી બોલ્યાં, પરેશભાઈ કહે છે 55 ટકા પ્રીમિયમ પ્રાઇવેટ કંપની લઈ જાય છે એટલે જ તો અમે…
  • ડિવિલિયર્સે નામ બદલીને પંત કરી દીધું તો વિરાટે પણ સિમરનજીત રાખ્યું, હકીકત જાણીને કરશો સલામ
  • કંગના જે ઈચ્છતી હતી તે કરવા હું કંફર્ટેબલ ન હતો અને એટલે જ મેં Manikarnika ફિલ્મ છોડી : સોનુ સૂદ

રાજસ્થાનમાં તંત્રની અનેક ગાડીઓ આગને હવાલે કરાઈ છે.  SP જયા યાદવની ગાડીને પણ આગ ચાંપવામાં  આવી છે. ખેડૂતો કૃષિ સુધારા બિલનો કરી વિરોધ રહ્યાં છે. ત્યારે આ ઘટનાથી તંત્રમાં હળબળાટ મચી ગયો છે. પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. રાજ્યમાં પોલીસ વ્યવસ્થા વધારે કડક કરી દેવામાં આવી છે. એટલું જ નહીં ફાયરની ગાડીઓનો કાફલો પણ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યો છે. પોલીસ કર્મીઓ અને અધિકારીઓ આ ઘટના મોટુ રુપ ધારણ ન કરે તે માટે પ્રયાસ કરી રહ્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here