ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી20 ક્રિકેટ સિરીઝને અંતે હવે આઇસીસીએ ટી20 ક્રમાંકની જાહેરાત કરી છે જે મુજબ ભારતના લોકેશ રાહુલે ત્રીજો ક્રમાંક હાંસલ કરી લીધો છે તો ભારતીય ટીમનો સુકાની વિરાટ કોહલી પણ એક ક્રમાંક આગળ વધ્યો છે. તે અગાઉ નવમા ક્રમે હતો પણ હવે આઠમા સ્થાને આવી ગયો છે.

ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટી20 મેચ કેનબેરામાં રમાઈ હતી અને તેમાં રાહુલે અડધી સદી ફટકારી હતી. આમ તેણે કાંગારું ટીમના સુકાની એરોન ફિંચનું સ્થાન આંચકી લીધું હતું. લોકેશ રાહુલ હાલમાં 816 પોઇન્ટ ધરાવે છે.

કોહલી

બીજી તરફ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને એક ક્રમનો લાભ થયો છે. તેણે ત્રીજી ટી20માં શાનદાર અડધી સદી ફટકારી હતી. જોકે તે ભારતને વિજય અપાવી શક્યો ન હતો. કોહલી હાલમાં આઠમા ક્રમે છે અને તે 697 પોઇન્ટ ધરાવે છે.

ઇંગ્લેન્ડના ડેવિડ મલાન 915 પોઇન્ટ સાથે મોખરે છે. બાબર આઝમ 871 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. લોકેશ રાહુલ બાદ ચોથા ક્રમે એરોન ફિંચ છે.

આઇસીસી ટી20 બોલિંગમાં અફઘાનિસ્તાનનો રાશીદ ખાન મોખરે છે. તેના જ દેશનો મુજીબ ઉર રહેમાન બીજા, ઇંગ્લેન્ડનો આદિલ રશીદ ત્રીજા અને ઓસ્ટ્રેલિયાનો એડમ ઝમ્પા ચોથા ક્રમે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here