ગુજરાતમાં આગામી બે કે ત્રણ દિવસમાં માવઠું પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તરગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કિનારાના ભાગોમાં વરસાદ પડવાની આગાહી છે. સાથે ઠંડી પણ ઘટવાની શક્યતા દર્શાવી છે. દક્ષિણ ગુજરાતમાં 10 ડીસેમ્બરથી 13 ડિસેમ્બર સુધી છૂટાછવાયા વરસાદ થવાના એંધાણ છે. 10 ડીસેમ્બર બાદ વાતાવરણમાં પલટો જોવા મળશે. 13 ડીસેમ્બરને રવિવાર સુધીમાં ગમે ત્યારે માવઠું પડવાની શક્યતા છે. જો કે ઉત્તર ગુજરાતમાં વરસાદની પડવાની શક્યતા ઓછી છે. રવિ પાક ઉપરાંત બટાકા લીંબુ જામફળ સહીત શાકભાજી માં પણ નુકશાની થવાની ચિંતા ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.

અમરેલીના જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટું પડયું. જાફરાબાદના ભાકોદર, વારાસ્વરૂપ, કોવાયા સહિતના ગામડાઓમાં થોડીવાર માટે ઝરમર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.

ગીરસોમનાથના ઉનાના દેલવાડા પંથકમાં વહેલી સવારે ઝરમર વરસાદ ખાબક્યો હતો. અચાનક વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. ગીર સોમનાથ જિલ્લામા સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here