રાજકોટમાં વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા રસીકરણની તૈયારીઓ શરૂ કરવામાં આવી. રાજકોટ જિલ્લામાં 806 ટીમો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ જણાવ્યુ હતું કે, 6 નગરપાલિકા અને 595 ગ્રામ્ય વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં 50 વર્ષ કરતા વધું ઉંમર ધરાવતા અને 50 વર્ષ કરતા નાની વયના પરંતુ ગંભીર બિમારી છે તેવા લોકોને રસી આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here