ભારત (india) અને ઓસ્ટ્રેલિયા  (Australia) વચ્ચે રમાનારી ચાર મેચોની ટેસ્ટ શ્રેણી (Test Series)નો પ્રારંભ 17 ડિસેમ્બરથી થશે. ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયા કયા ઝડપી બોલર (Fast Bowler)ને શામેલ કરશે તેને લઈને ભારે અટકળો લગાવવામાં આવી રહી છે. ઈશાંત શર્મા (Ishant Sharma) ને ટેસ્ટ ટીમમાં સ્થાન અપવામાં આવ્યું હતું પરંતુ ઈજાના કારણે તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ (Australia Toure)માંથી જ ખસી ગયો છે. આ સ્થિતિમાં તેના સ્થાને ટીમમાં કયા ખેલાડીને તક આપવામાં આવશે તે એક મોટો સવાલ છે.

ભારત પાસે ઝડપી બોલર તરીકે ઉમેશ યાદવ (Umesh Yadav), નવદીપ સૈની (Navdeep Saini) અને મોહમ્મદ સિરાઝ (Mohammad Siraj) જેવા વિકલ્પ છે. જોકે આ ત્રણેયમાંથી ઉમેશ યાદવને તક આપવામાં આવે તેવી શક્યતા છે. પરંતુ તમામ અટકળો વચ્ચે ઈયાન ચેપલે (Ian Chappell) મોટો ખુલાસો કર્યો છે. 

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન ઈયાન ચેપલે કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી પાસેથી જ તેમને એ વાત જાણવા મળી છે કે, ટીમમાં ઉમેશ યાદવને ત્રીજા બોલર તરીકે ટેસ્ટ સીરિઝમાં શામેલ કરવામાં આવશે. 

ઈયાન ચેપલે સનસની ખુલાસો કરતા કહ્યું હતું કે, હું જ્યારે રવિ શાસ્ત્રી સાથે ડ્રિંક કરી રહ્યો હતો ત્યારે તેણે મને કહી દીધું હતું કે, ઉમેશ યાદવને ત્રીજા ઝડપી બોલર તરીકે મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે. રવિએ મને કહ્યું હતું કે, સારૂ થયું કે ભારત એડિલેટથી ડે-નાઈટ મેચની શરૂઆત કરે રહ્યું છે, જ્યાં થોડી સ્વીમ મૂવમેંટ જોવા મળશે.about:blankabout:blankabout:blank

ચેપલે એમ પણ કહ્યું હતું કે, ભારત પાસે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી એમ બે ઝડપી બોલરના સ્વરૂપમાં મજબુત હથિયાર છે. પરંતુ મારા મતે પહેલા બેટિંગ કરીને જે ટીમ 300 રન બનાવે તો તે એડિલેટમાં જીતી શકે છે.

ઈયાન ચેપલે અજિંક્ય રહાણેની આક્રમક શૈલીના પણ ભારોભાર વખાણ કર્યા હતાં. ચેપલે કહ્યું હતું કે, મેં રહાણેને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ એક ટેસ્ત મેચમાં કપ્તાની કરતા જોયો હતો. મને તેની કપ્તાની ઘણી સારી લાગી. તે હકીકતમાં એક આક્રમક કપ્તાન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here