કૃષિ કાયદાના મુદ્દે સરકાર અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ ખતમ જ નથી થઇ રહ્યો. ખેડૂતો તરફથી સતત કૃષિ કાયદો પરત લેવાની માંગ કરવામાં આવી રહી છે જયારે સરકાર ખેડૂતો સાથે ચર્ચા કરી કાયદામાં સુધારા કરવા પર ભાર મૂકી રહી છે. પાંચ તબક્કાની ચર્ચા, ગૃહ મંત્રી સાથે મુલાકાત લેખિત પ્રસ્તાવ પર ખેડૂતો નથી માની રહ્યા, ત્યારબાદ ગુરુવારે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરએ ફરી એકવાર વિગતવાર સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે.

પીએમ મોદીએ કરી ખાસ અપીલ

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ટ્વીટ કરી લખ્યું હતું કે ગત દિવસોમાં કૃષિ મંત્રીએ ખેડૂત આંદોલનના મુદ્દે કરવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કર્યો અને લોકોને તે સાંભળવા અપીલ કરી છે. પીએમ મોદીએ લખ્યું છે, “મંત્રીમંડળમાં મારા બે સહયોગી નરેન્દ્ર સિંહ તોમરજી અને પિયુષ ગોયલજીએ નવા કૃષિ કાયદા અને ખેડૂતોની માંગોને લઈને વિસ્તારપૂર્વક વાત કરી છે. તેને અચૂક સાંભળો…

પીએમ મોદીનો ખાસ સંદેશ

પીએમ મોદી એ ગત દિવસોમાં નવા સંસદ ભવનનો પાયો મુક્ત એક ખાસ સંદેશ આપ્યો હતો અને ગુરુનાનક દેવની શીખ સૌની સામે કહી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે સંવાદ ચાલતો રહેવો જોઈએ અને ચર્ચા થતી રહેવી જોઈએ.

પીએમ મોદી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here