અમદાવાદમાં ફરીવાર બેફામ બનેલી BRTS બસે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. નોંધનીય છે કે શહેરના ચંદ્રનગર વિસ્તારમાં ટેમ્પો અને બીઆરટીએસ બસ વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. બસ એટલી સ્પીડમાં હતી કે રેલિંગ તોડીને ડીવાઈડર પર ચઢી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે સામેની તરફથી કોઈ વાહન આવી નહોંતુ રહ્યું નહિતંર જાન હાની સર્જાઈ હોત, જોકે, બસ ખાલી હોવાથી મોટી જાનહાની ટળી હતી.

અમદાવાદમાં ફરીવાર બેફામ બનેલી BRTS બસે ગંભીર અકસ્માત સર્જ્યો

અકસ્માતમાં બસ રેલિંગ તોડીને ડીવાઈડર પર ચઢી ગઈ

અમદાવાદ શહેરમાં બે દિવસ પહેલા અખબાર નગર અંડરપાસ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. નોંધનીય છે કે અમદાવાદ શહેરની BRTSની મોતની રફતાર સામે આવી છે. બસનું ટાયર ફાટતા સીધી અંડરપાસમાં ઘુસી ગઈ હતી, અને આ અકસ્માતમાં કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બસ ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here