સૌરાષ્ટ્ર  અને દક્ષિણ ગુજરાતમાં સહિત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં પૂર્વાનુમાન મૂજબ આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને કમોસમી વરસાદ પડયો હતો. આવતીકાલે શુક્રવારે તેમજ બે દિવસ બાદ ત્રણથી ચાર ઇંચ સુધીનો વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે ફરી ખેડૂતોની માઠી પરિસ્થિતિ બેઠી છે અને ખેતરમાં ઘઉં, જીરૂં, ચણા અને લીલા શાકભાજીના ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે. સૌરાષ્ટ્રમાં આજે સવારના સમયે ગુલાબી જઠંડી અનુભાઇ હતી અને વાદળો ઘેરાતા તાપમાનનો પારો ઉંચકાયો હતો અને ગરમી અનુભવાઇ હતી.

કમોસમી વરસાદના કારણે ફરી ખેડૂતોની માઠી પરિસ્થિતિ બેઠી

આજે ગીરસોમનાથ, ગીર, જુનાગઢ સહિત વિસ્તારમાં  વરસાદી  ઝાપટાં વરસ્યા હતા. ભાવનગરમાં પણ માવઠું  થયું હતું. હવામાન ખાતા અનુસાર શનિવારથી હવામાન સુકુ થશે આૃર્થાત્ બીનમૌસમના વાદળો વિખેરાઈ જશે અને બે દિવસ બાદ તાપમાન 3-4 સે.સુધી ઘટવાની શક્યતા છે. અમરેલી જિલ્લામાં વિક્ટર બંદર, પીપાવાવ બંદર, જાફરાબાદબંદરે ભારે પવનની અસર જોવા મળી હતી. આ સાથે પીપાવાવ, છતડીયા, કડીયાળી, ટીંબી, વેરાઈ સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.  તેજ રીતે ઉના, ગીરગઢડા, નવા બંદર, સૈયદ રાજપરા સહિતના ગામોમાં પણ 30 મીનીટ સુધી માવઠું વરસ્યું હતું.

એક તરફ મહામારીનું સંક્રમણ વધી રહ્યું છે, મેલેરિયા-ડેંગ્યુના કેસો સાથે મચ્છરજન્ય રોગચાળો અને મિશ્રઋતુના કારણે વાયરલ  રોગચાળો પણ વધ્યો છે, તો તલાલા સહિત સૌરાષ્ટ્રમાં આજે પણ ભૂકંપના આંચકા આવ્યા છે, થોડા સમય પહેલા તીવ્ર ઠંડી અને હવે ડબલ ઋતુ છે અને તેમાં હવે વાદળિયુ વરસાદી હવામાન ઉમેરાયું છે.

સુરત શહેરમાં આજે સવારથી જ વાદળોનું સામ્રાજય જોવા મળ્યુ

સુરત શહેરમાં આજે સવારથી જ વાદળોનું સામ્રાજય જોવા મળ્યુ હતુ. મોડી સાંજે અચાનક હવામાનમાં પલ્ટો આવતા ઠંડા પવનની લહેરકી ફુંકાવવાની સાથે વરસાદ શરૂ થયો હતો. સુરત શહેરના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા મોડી સાંજે કામ ધંધા પરથી કે નોકરી પરથી પરત જનારાઓ આૃધવચ્ચે જ વરસાદમાં ઘેરાઇ ગયા હતા. આજે સુરત શહેરમાં વાદળીયા હવામાનના કારણે અિધકતમ તાપમાન 32.2 ડિગ્રી, લઘુતમ તાપમાન 23.4 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 66 ટકા, હવાનું દબાણ 1010.4 મિલીબાર અને ઉતર-પૂર્વ દિશામાંથી કલાકના 2 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. હવામાનવિદોના જણાવ્યા મુજબ અપર એર સાયકલોનિકની અસર આવતીકાલ શુક્રવાર સુધી જોવા મળશે.

જાનૈયાઓના મેક-અપ ધોવાયા, કાદવમાં કૂદવા મજબૂર

ડિસેમ્બર મહિનો તેમજ લોકડાઉનના બંધનોમાંથી મળેલી છૂટછાટના કારણે આ દિવસોમાં રાજ્યભરમાં અસંખ્ય લગ્નપ્રસંગો આયોજીત થયા છે. જો કે કમોસમી વરસાદન કારણે ઘણાં લોકોના લગ્નના રંગમાં ભંગ પડયો છે.   ઘણાં વર-વહુ અને જાનૈયાઓ લગ્નમાં સજી-ધજી, તૈયાર થઈને પહોંચ્યા હતા. ત્યાં ઝરમર છાંટાએ તેમના મેકઅપ ધોઈ નાંખ્યા હતા.

તો શહેરમાં મોડી સાંજે પણ છાંટા શરૂ રહેતા, રોડ-રસ્તા ભીંજાઈ જવાથી જાનમાં સામેલ જાનૈયાઓને કાદવમાં નાચવા-કૂદવા મજબૂર બનવું પડયું હતું. કોવિડ ગાઇડલાઇનના કારણે મોટાભાગના લોકો સીમિત આમંત્રિતો સાથે હોટલ કે પછી બેકવેન્ટ હોલ કે પાર્ટી પ્લોટમાં લગ્નનું આયોજન કરી રહ્યા છે. પરંતુ આજે કમોસમી માવઠુ થતા પાર્ટી પ્લોટ મંડપ સહિત રીસ્પેશનની તૈયારી પર વરસાદી  પાણી ફરી વળતા ટેન્શનમાં આવી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here