રાજકોટ – ગોંડલના સેમડા ગામના વતની મગનભાઈ ધનાભાઈ રાંક ઉ.55 નામના ખેડૂત પ્રૌઢને ભેંસ ખરીદ કરવી હોય રાજકોટના કોઠારીયા રોડ પર નરશીભાઈ રામાણીની વાડી વાવતા અને ત્યાં જ રહેતા સેમડા ગામના વતની રણજીત ચના ગુજરાતી ઉ.40 અને તેની પત્ની મીરા ઉ.32એ બે સાગરીતો નજીકમાં જ બીજી વાડી વાવતા હસમુખ તથા પાંચીયાવદર ગામના રણજીત ઉર્ફે રાણો ભીખુભાઈ ચાવડા સાથે મળીને વાડીએ રૂમમાં પુરી, હનીટ્રેપમાં ફસાવી, બેરહેમીથી મારમારી દસ લાખ રૂપીયા પડાવવાનો પ્રયાસ કર્યાનો બનાવ આજીડેમ પોલીસમથકે નોંધાયો છે. પોલીસે દંપતી મીરા અને રણજીતની ધરપકડ કરી અન્ય બેને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.
બનાવની પોલીસના સુત્રોની વિગતો મુજબ મગનભાઈ વતન સેમડા રહી ખેતી કરે છે. તેમના બે પુત્રો રાજકોટ રહે છે અને બાંધકામનો વ્યવસાય ધરાવે છે. મગનભાઈને ભેંસ ખરીદ કરવી હોવાથી ગામના રાજુ ભરવાડ નામના ઈસમને વાત કરી હતી. રાજુએ પોતાની પાસે તો નથી પરંતુ રાજકોટ કોઠારીયારોડ પર રહેતો અને ભાગમાં વાડી વાવતો સેમડા ગામનો રણજીત ઢોર લે વેચ કરે છે કહીં રણજીતના નંબર આપ્યા હતા. મગનભાઈએ રણજીતને ફોન કરતા તેણે પોતાની પાસે બે, ત્રણ સારી ભેંસ છે આવીને જોઈ જાવ કહ્યું હતું. દસેક દિવસ પહેલા બંને વચ્ચે વાત થઈ હતી. ત્યારબાદ રણજીતની પત્નીએ ફોન કર્યો કે *ભેંસ જોવા ક્યારે આવો છો ?* મગનભાઈએ સમય મળશે એટલે આવશે કહ્યું હતું. બાદમાં રણજીતની પત્ની મીરા મગનભાઈને ફોન કરતી હતી અને બંને વચ્ચે વાતો થતી હતી. એ દરમિયાન મહિલાએ મગનભાઈની આર્થિક સ્થિતિ જાણી લીધી હતી.
બે દિવસ પહેલા મીરાએ મગનભાઈને ફોન કર્યો કે વાડીએ આવો જેથી મગનભાઈ બાઈક લઈને ગામડેથી નીકળ્યા હતા. બંને ક્યારે મળ્યા ન હોવાથી કોઠારીયા આવીને મગનભાઈએ ફરી મીરાને ફોન કર્યો હતો જેથી એક મહિલા આવી અને પોતે જ મીરા કહીને મગનભાઈને નજીકમાં વાડીએ એક મકાનમાં લઈ ગઈ ત્યાં જ ત્રિપુટી ધસી આવી હતી અને મગનભાઈને દોરડેથી બાંધીને બેરહેમીથી મારમાર્યો હતો. શામાટે મારો છો ? પુછતાં તને બળાત્કારના કેસમાં ફીટ કરી દેવો છે કહીં મગનભાઈને નગ્ન કરીને એ અવસ્થાનું મોબાઈલમાં શુટીંગ પણ લઈ લીધું હતું. જો છુટવું હોય તો દસ લાખ દેવા પડશે કહીં મારમાર્યો જેથી ફફડી ગયેલા મગનભાઈએ એ સમયે હા પાડી અને પુત્ર સાથે પણ વાત કરાવી હતી. તુરત જ મીરા એક સ્ટેમ્પ પેપર લઈ આવી હતી જેમાં તારે દસ લાખ આપવાના છે એવુ લખાણ કર્યું છે કહીં અભણ પ્રૌઢ મગનભાઈના અંગુઠાના ત્રણ નિશાન લઈ લીધા હતા.
ઉપરોક્ત આરોપસર નોંધાયેલી ફરિયાદના આધારે પી.આઈ.વી.જે. ચાવડા, એ.એસ.આઈ. જાવેદભાઈ રીઝવી તથા સ્ટાફે હનીટ્રેપનો કારસો કરનાર દંપતીની ધરપકડ કરી, અન્ય બેની શોધ તેમજ સ્ટેમ્પ પેપર કબજે લેવા બંનેના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.about:blankabout:blankabout:blank
ગભરાયેલા પ્રૌઢે પુત્રો, જમાઈને વાત કરી – હનીટ્રેપમાં ફસાયેલા અને જો વીડિયો વાયરલ થશે તો ઈજ્જત જશે તેવા અને મારના ડરે ફફડી ગયેલા પ્રૌઢ સ્ટેમ્પ પેપર પર અંગુઠા લગાવી દીધા હતા અને ને ટોળકીના સકંજામાંથી છુટયા હતા. ત્યારબાદ રાજકોટ રહેતા જમાઈ તેમજ પુત્રને પોતાની સાથે થયેલી ઘટનાની વાત કરી હતી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.