હાલમાં ગુજરાતમાં આવેલ વડોદરા શહેરમાંથી એક જાણકારી સામે આવી રહી છે. 18 જાન્યુઆરી વર્ષ 2011માં અતુલભાઈનાં પત્નીની તબિયત અચાનક લથડતાં તેઓ 1 કિમી સુધી દોડીને રંગમહાલ સુધી પહોંચીને રિક્ષા ભાડે લઈને હોસ્પિટલમાં એમની પત્નીને લઈ ગયાં હતાં.

જો કે, હાલમાં એમની પત્નીનું હાર્ટ ફક્ત 35% જ ચાલે છે તેમજ એમને તમામ બીમારી ઘર કરી ગઈ છે. જો તે દિવસે એમની પત્નીને સમયસર સારવાર મળી ગઈ હોત તો આજે તેમનું સ્વાસ્થય સારૂ હોત. ત્યારપછી મારી પત્નીની હાલત જોઈને એમણે ‘ફ્રી ઓટો રિક્ષા એમ્બ્યુલન્સ’ શરૂઆત કરી હતી.

રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ‘ફ્રી ઓટો રિક્ષા એમ્બ્યુલન્સ’ ચલાવે છે
વડોદરામાં આવેલ અક્ષરચોક વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક અતુલભાઇ ઠક્કર છેલ્લા 10 વર્ષથી ‘ફ્રી ઓટો રિક્ષા એમ્બ્યુલન્સ’ ચલાવી રહ્યાં છે. તેઓ રાત્રે 11 વાગ્યાથી લઇને સવારે 5 વાગ્યા સુધી દર્દીઓને હોસ્પિટલ લઇ જવા માટે  ફ્રી માં સેવા આપી રહ્યાં છે તેમજ અત્યાર સુધીમાં કુલ 500થી વધારે દર્દીઓ ‘ફ્રી ઓટો રિક્ષા એમ્બ્યુલન્સ’ સેવાનો લાભ લઇ ચૂક્યા છે. આની સાથે જ અનેક લોકોને સમયસર હોસ્પિટલ પહોંચાડીને અતુલભાઇએ તેમને નવું જીવન આપ્યું છે.

મારી તબિયત લથડતા અતુલભાઈએ મને હોસ્પિટલ પહોંચાડ્યો :
વડોદરાના રહેવાસી કંચનભાઇ પારેખે જણાવતાં કહ્યું હતું કે, એક દિવસ મારી તબિયત બગડતાં મારી પત્નીએ અતુલભાઇને કોલ કર્યો હતો. તેઓ તરત જ મારા ઘરે આવીને મને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલમાં લઈ ગયાં હતાં તેમજ મને સમયસર સારવાર મળતાં મારૂ સારણ ગાઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે સફળ રહ્યું હતું.

રૂપિયા અને વાહન નથી તેવા લોકોને મદદ કરવાના હેતુથી શરૂ કરી સેવા :
રિક્ષાચાલક અતુલભાઇ ઠક્કરે કહ્યું હતું કે, કુલ 10 વર્ષ અગાઉ મારી પત્નીને સમયસર સારવાર ન મળતાં, ભગવાને તેને બચાવી લીધી હતી પરંતુ આજે તે ઘણી બિમારીઓથી પીડાઈ રહી છે. જેથી મને મનમાં વિચાર આવ્યો કે, મારી પાસે રિક્ષા તથા રૂપિયા બંને હોવા છતાં મને આટલી મુશ્કેલી પડી છે, તો જેની પાસે રૂપિયા અને વાહન નથી, તેઓને કેટલી મુશ્કેલીઓ પડતી હશે?

જેથી મે જરૂરીયાતમંદ લોકો માટે ‘ફ્રી ઓટો રિક્ષા એમ્બ્યુલન્સ’ ની શરૂઆત કરવાનું નક્કી કર્યું હતું. મારા માતાએ પણ આ સેવા શરૂ કરવાની હા પાડી હતી. 15 ફેબ્રુઆરી વર્ષ 2011ના રોજ મારા જન્મદિવસે જ મે ‘ફ્રી ઓટો રિક્ષા એમ્બ્યુલન્સ’ સેવાની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં પ્રેગનન્ટ મહિલાઓ સહિત કુલ 500થી વધુ દર્દીઓ લાભ લઇ ચૂક્યા છે.

મારા પતિની સેવાકીય પ્રવૃત્તિથી ગર્વ થાય છે :
અતુલભાઇના પત્ની પ્રિતીબેન ઠક્કરે કહ્યું હતું કે, અડધી રાત્રે પણ કોલ આવે તો તેઓ તરત જ દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે પહોંચી જાય છે. મને મારા પતિની સેવાકીય પ્રવૃત્તિથી ગર્વ થાય છે. તેમની આ સેવામાં હું તેમની સાથે જ છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here