જલારામ બાપાનું (Jalarambapa) મુખ્ય સ્મારક ગુજરાત રાજ્યના રાજકોટ ના જેતપુર શહેર નજીક વીરપુરમાં આવેલું છે. આ સ્મારક તે જ ઘર છે જ્યાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમ્યાન રહેતાં હતાં. તેને તેના મૂળ સ્વરૂપે સાચવવામાં આવ્યું છે. આ સ્મારકમાં જલારામ બાપા દ્વારા વાપરવામાં આવેલી વસ્તુઓ અને તેમના દ્વારા પૂજાતી રામ સીતા લક્ષમણ અને હનુમાનની મૂર્તિઓ મૂકવામાં આવી છે. અહી સ્વયં પ્રભુ દ્વારા અપાયેલી ઝોળી અને દંડો પણ રાખવામાં આવ્યા છે. પણ અહીંનું મુખ્ય આકર્ષણ છે જલારામ બાપાનો ફોટોગ્રાફ. જે જલારામ બાપાના જીવંતકાલ દરમ્યાન લેવાયેલો એક માત્ર ફોટો છે. જે જલારામ બાપાના મૃત્યુના એક વર્ષ પહેલાં બ્રિટીશ ફોટોગ્રાફર દ્વારા લેવાયેલો છે.

સંત શિરોમણી જલારામબાપાના ભક્તો માટે આનંદના સમાચાર છે. લાંબા સમયથી બંધ જલારામ બાપાના દર્શન અને બાપાના પ્રસાદ (Prasad) માટે મંદિર અને અન્નક્ષેત્ર (Food field) આજથી ખોલવામાં આવ્યા છે. આજથી મદિરમાં દરવાજા ખોલતા ભક્તોને બાપાના દર્શનનો લાભ મળશે. જોવા જઈએ તો કોરોના મહામારીને લઈને દેશના મોટાભાગના મંદિરોના દર્શન બંધ છે અને વીરપુરમાં આવેલ સંત શ્રી જલારામ બાપાનું મદિર પણ ઘણા સમયથી બંધ હતું. ભક્તો માટે બાપાની જન્મ જયંતિ બાદ મંદિરના દર્શન બંધ કરવામાં આવ્યા હતા.

છેલ્લા 18 દિવસથી બંધ મંદિરના દરવાજા આજથી ખોલવામાં આવ્યા છે. શરૂ થયેલ દર્શનમાં લોકોની સુરક્ષાને ધ્યાને લઇને સોશિયલ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે મંદિરના પ્રવેશ દ્વાર પાસે જ સેનેટાઈઝરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, લોકો સુરક્ષા અને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેનું ખાસ ધ્યાન રાખવા આવી રહ્યું છે.

‘જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો…’ના સિદ્ધાંત ઉપર ચાલતા જલારામ બાપાએ શરૂ કરેલ સદાવ્રતને ધીરે ધીરે 200 વર્ષ પૂરા થઇ ચૂક્યા છે. આ સૂત્ર ઉપર ચાલતું અન્ન ક્ષેત્ર પણ આજથી ફરીથી શરૂ થયું હતું. જેને લઈને ભક્તોમાં અનેરો આંનદ જોવા મળ્યો હતો

બાપાના આવા અનેરા પરચાઓના કારણે વારસદારોએ હવે એક ડગલું આગળ આવીને આજથી બરાબર 20 વર્ષ પહેલા એટલે કે, વર્ષ 2000માં બાપાના મંદિર અને બાપા દ્વારા શરૂ કરાયેલ સદાવ્રતમાં ભેટ સોગાત લેવાનું બંધ કરી દીધું છે. ત્યારે હાલમાં ભારતનું આ એકમાત્ર મંદિર અને સદાવ્રત કે અન્ન ક્ષેત્ર બન્યું કે, જ્યાં કોઈ પણ જાતનું દાન લેવામાં આવતું નથી. આમ છતાં આજે 20 વર્ષ પછી પણ આ સદાવ્રત અવરિત પણે ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here