ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ હવે બન્નો પક્ષો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે સત્તાધારી પક્ષ અને વિપક્ષની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. જ્યારે બીજી તરફ આ ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ પક્ષને સૌથી મોટો ફટકો પડ્યો છે. જેમાં લાઠી કોંગ્રેસના 15 આગેવાનોએ કેસરીયો ધારણ કરતા વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડુ પડતા કોંગ્રેસમાં ચર્ચા શરૂ થઈ છે. અને આ મામલે કોંગ્રેસે હવે મનોમંથનની પણ જરૂર પડી છે. ઉલ્લેખનીય છે કે આ તમામ આગેવાનોને સાંસદ નારણ કાછડીયા,દિલીપ સંઘાણી, કૌશિક વેકરીયાએ ભાજપમાં આવકર્યા છે.

સ્વરાજ્યની ચૂંટણી મામલે સત્તાધારી પક્ષ અને વિપક્ષની તડામાર તૈયારીઓ

નોંધનીય છે કે લાઠી તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ જનક તળાવીયાને કોંગ્રેસમાંથી સપેન્ડ કરતા તેઓ ભાજપમાં જોડાયા છે. સાથે સાથે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન,ન્યાય સમિતિના ચેરમેન,એક સદસ્ય પણ ભાજપમાં જોડાયા છે.

  • અમરેલી નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો
  • લાઠી કોંગ્રેસના આગેવાનોએ કેસરીયો ખેસ ધારણ કર્યો
  • લાઠી તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ જનક તળાવીયાને કોંગ્રેસમાંથી સપેન્ડ કરતા તેઓ ભાજપમાં જોડાયા
  • તેમની સાથે લાઠી તાલુકાના 15 જેટલા કોંગ્રેસના આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

લાઠી તાલુકાના 15 જેટલા કોંગ્રેસના આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

  • લાઠી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન,ન્યાય સમિતિના ચેરમેન,એક સદસ્ય પણ ભાજપમાં જોડાયા
  • કાચરડી જિલ્લા પંચાયતના સદસ્યએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો
  • 2 ગામોના સરપંચોએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો
  • સાંસદ નારણ કાછડીયા,દિલીપ સંઘાણી, કૌશિક વેકરીયાએ ભાજપમાં આવકાર્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here