ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે, ત્યારે ભર શિયાળે ગુજરાતમાં છવાયેલા વરસાદી માહોલની ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણમાં પણ જોવા મળી છે. ત્યારે બીજી તરફ આ વરસાદને કારણે વિવિધ માર્કેટીંગ યાર્ડમાં રાખેલી વસ્તુઓ પણ પલળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ કારણે ખેડૂતોને નુકશાન જવાની ભીતી પણ છે. બીજી તરફ પાટણ જિલ્લામાં પણ અસર જોવા મળી.પાટણ  પંથકમા વહેલી પરોઢે વરસાદી ઝાપટું પડ્યું હતું.  ભરશિયાળે થયેલા માવઠાથી ખેડૂત આલમમા ચિંતા વ્યાપી હતી. પાટણ જિલ્લામાં એરંડા ગાજર ઘઉં રાયડાનું વાવેતર થયું છે. આ પાકોને નુક્સાનની ભીતિ સેવાઇ રહી છે.

પાટણ જિલ્લામાં એરંડા ગાજર ઘઉં રાયડાનું વાવેતર થયું છે.

ભરશિયાળે થયેલા માવઠાથી ખેડૂત આલમમા ચિંતા

રાજકોટ યાર્ડમાં માવઠાના કારણે મોટા પ્રમાણમાં કપાસ પલળી ગયો.. જેથી ખેડૂતોને મોટું નુકસાન થયુ છે. ખેડૂતો મોટી માત્રામાં કપાસ લઈને યાર્ડમાં આવ્યા હતા. ત્યારે યાર્ડમાં રહેલો કપાસ વરસાદના કારણે પલળી ગયો,. માવઠાના મારને કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ લાગ્યુ છે. રાજકોટના બેડી યાર્ડ 1 લાખ ગુણી મગફળી પાણી માવઠામા પલડી ચૂકી છે. હવામાન વિભાગની વરસાદની આગાહી છતા વરસાદથી મગફળી સહિતની જણસોને બચાવવા કોઇ વ્યવસ્થા કરાઇ નહોતી. આવામાં ખેડૂતોને ભારે નુકસાન જવાની આશંકા વ્યકત થઇ રહી છે.

હવામાન વિભાગની વરસાદની આગાહી છતા વરસાદથી મગફળી સહિતની જણસોને બચાવવા કોઇ વ્યવસ્થા કરાઇ નહોતી

પાટણ જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી પલટો આવ્યો..  પાટણમાં માવઠાના કારણે હારીજ એપીએમસીમાં પડેલી જણસી પલળી.. યાર્ડમાં ખુલામાં પડેલી અનાજની બોરીઓ પલળી.. જેથી ખેડૂતોની ચિંતા વધી છે. પાક તૈયાર થતા ખેડૂતો યાર્ડમાં જણસ વેચવા માટે આવે છે. ત્યારે હારીજ એપીએમસીમાં મોટી માત્રામાં ખેડૂતોના તૈયાર પાક પડ્યો હતો. જે પલળી જતા નુકસાન થયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here