ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર મેચોની ટેસ્ટ સીરિઝથી પહેલા ટીમ ઈન્ડિયા માટે ખુશ ખબર આવ્યા છે. સ્ટાર ઓપનર રોહિત શર્માએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. નેશનલ ક્રિકેટ એકેડમીએ શુક્રવારે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ મુંબઈના આ બેટ્સમેનને રમવા માટે ફિટ કરાર આપ્યો છે. કોરોના વાયરસના કારણે ઓસ્ટ્રેલિયામાં કેટલાક નિયમોને કારણે પ્રથમ બે ટેસ્ટ નહી રમી શકે, પરંતુ છેલ્લી બે ટેસ્ટમાં તેઓ ટીમનો ભાગ બની શકે છે.

છેલ્લી બે ટેસ્ટમાં તેઓ ટીમનો ભાગ બની શકે છે
IPL દરમ્યાન રોહિત શર્માની સ્નાયુઓ ખેંચાઈ ગયા હતા, અને તેઓ સારવાર હેઠળ હતા. નોંધનીય છે કે વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ પછી પૈટરનિટીવ લીવ પર જઈ રહ્યા છે, ત્યાર બાદ ટીમ ઈન્ડિયાને તેની ગેરહાજરી રહેશે. ત્યારે આ વિસ્ફોટક બેટ્સમેનની ગેરહાજરીમાં સ્ટાર બેટ્સમેન રોહિત શર્માના ફીટ થવાથી ભારતીય ટીમ વધુ મજબૂત બનશે.
વિસ્ફોટક બેટ્સમેનની ગેરહાજરીમાં સ્ટાર બેટ્સમેન રોહિત શર્માના ફીટ થવાથી ભારતીય ટીમ વધુ મજબૂત બનશે
રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમનો ભાગ ન હતા. પસંદગીકારોએ મુંબઈ ઇન્ડિયન્સ માટે ફાયનલ ઉપરાંત 2 આઇપીએલ મેચમાં રમ્યા બાદ રોહિત શર્માએ સંશોધિત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. મુંબઈની ટીમે આઇપીએલ ફાઇનલમાં શાનદાર જીત મેળવી હતી. જેમાં રોહિત શર્માએ 68 રણની ધમાકેદાર બેટિંગ કરી હતી.
રોહિતની ફિટનેસ ઘણી મહત્વની બની ગઈ છે. કારણ કે કાયમી કપ્તાન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં પહેલા ટિસ્ટ બાદ ઉપલબ્ધ નહિ હોય. વિરાટ કોહલી પત્ની અનુષ્કાની પ્રેગ્નન્સીને લઈને પરત ફરશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના એક વરિષ્ઠ સૂત્રે જણાવ્યું છે રોહિતએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે અને તેઓ ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. રોહિતનો ફિટનેસ ટેસ્ટ એનસીએના ડાયરેક્ટર રાહુલ દ્રવિડની દેખરેખ હેઠળ થયો હતો.