રાજ્યમાં માસ્ક ન પહેરનારા લોકો સામે કાર્યવાહી કરવા મુદ્દે રાજ્ય સરકાર આગામી સપ્તાહે સુપ્રીમમાં રિપોર્ટ જમા કરાવશે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ માસ્ક પહેરવા મુદ્દે બેદરકારી દાખવી રહેલા લોકો પાસે વધુ દંડ વસૂલી આર્થિક બોજ ન વધારવા સૂચના આપી છે. માસ્ક ન પહેરનારા લોકો સામે સરકાર હવે ગાંધીગીરીથી કામ લેશે. મુખ્યપ્રધાને માસ્ક ન પહેરનારા લોકોને આર્થિક દંડ ફટકારવાને બદલે તેમને બોધપાઠ મળે તે રીતે હળવી સજાઓ કરવા સ્પષ્ટ સૂચના આપી છે. જે અંતર્ગત વૃદ્ધો. બાળકો અને દિવ્યાંગો જો માસ્ક વગર પકડાય તો તેમની પાસેથી માત્ર દંડ વસૂલી છોડી મુકવા સૂચન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here