યુનિક આઇડેંટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) દ્વારા જારી થતુ આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેમાં એક નાગરિકની ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક જાણકારીઓ રજીસ્ટર હોય છે. મોટાભાગે આધાર કાર્ડનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી થઇ હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે.
અનેક કેસોમાં તો આધારની ડુપ્લીકેટ કૉપીથી છેતરપિંડીને અંજામ આપવામાં આવ્યો. આધાર દ્વારા આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે તમે પીવીસી આધાર કાર્ડ બનાવી શકો છો. તાજેતરમાં જ UIDAIએ આધારના આ નવા ફોર્મેટની શરૂઆત કરી છે. હકીકતમાં તેમાં સિક્યોરિટીની દ્રષ્ટિએ અનેક ફીચર્સ જોડવામાં આવ્યા છે. તેની સાઇઝ પણ ઘણી નાની છે.
પીવીસી આધાર કાર્ડમાં હોલોગ્રામ ફીચર જોડવામાં આવ્યુ છે જેના કારણે એક આધાર કાર્ડની ડુપ્લીકેટ કૉપી કાઢી ન શકાય. હોલોગ્રામ એક પ્રકારનો કોડ છે જેની કૉપી ન કરી શકાય.
જો તમારી પાસે આધાર કાર્ડની પીવીસી કૉપી ન હોય તો તમે તેના માટે ઑનલાઇન ઓર્ડર કરી શકો છો. આમ કર્યા બાદ તમારા આધાર કાર્ડની ડુપ્લીકેટ કૉપી કોઇ કાઢી નહી શકે. આટલુ જ નહી હોલોગ્રામ ઉપરાંત પીવીસી કાર્ડમાં ગિલોચ પેટર્ન, ઘોસ્ટ ઇમેજ સાથે માઇક્રોટેક્સ્ટ લગાવવામાં આવ્યા છે.
મોટાભાગે જોવા મળે છે કે છેતરપિંડી કરનારા આધાર કાર્ડની કૉપી પર ફેક ફોટો લગાવી દે છે. તેવામાં પીવીસી કાર્ડમાં ક્યૂઆર કોડ પણ આપવામાં આવેલો હોય છે જેની મદદથી સરળતાથી તેનુ ઑફલાઇન વેરિફેશન પણ સંભવ છે.