ભારે ચડાવ ઉતાર વચ્ચે શેર બજાર140 પોઇન્ટના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. સેન્સેક્સ આજે 139.13 એટલે કે 0.30 ટકાના વધારા સાથે46,099.01ના સ્તરે બંધ રહ્યો છે. તે જ સમયે, નિફ્ટી 35.55 પોઇન્ટ એટલે કે 0.26 ટકાના વધારા સાથે 13,513.85 ના સ્તર પર બંધ રહ્યો છે.
ગ્લોબલ સંકેતોના કારણે આજે સવારે શેરમાર્કેટ ખુલાતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 205 અંક એટલે કે 0.44 ટકાનો સુધારા સાથે ખુલ્યો હતો 46,163ના સ્તરે પહોંચ્યો હતો તે જ સમયે, નિફ્ટી 13,540 ના સ્તર પર 61 અંક એટલે કે 0.46 ટકાની વૃદ્ધિએ પહોચ્યો હતો.
NO BROKERના તાજેતરના સર્વેનો વલણ કહે છે કે નવા વર્ષમાં ઘરોના વેચાણમાં વધારો થશે. નવા વર્ષમાં ઘર ખરીદનારાઓની સંખ્યામાં વધારો થશે. 82 ટકા લોકોએ કહ્યું કે તેઓ નવા વર્ષે મકાન ખરીદશે. 25 40 વર્ષની વયના ઘર ખરીદનારાઓની સંખ્યા 63 ટકા છે. 48 ટકા લોકો 2BHK ખરીદવા માગે છે. 29 ટકા લોકો 3BHK ખરીદવા માગે છે. 57 ટકા લોકો READY-TO-MOVE એપાર્ટમેન્ટ પસંદ કરે છે. 61 ટકા લોકો મકાન ભાડે રાખવા માગે છે.