ગયા વર્ષે 2019ના ઑક્ટોબર મહિનામાં હરિયાણા (Haryana)ના રાજકીય વાતાવરણમાં ગરમાવો હતો. તેનું એકમાત્ર કારણ વિધાનસભા ચૂંટણી બાદ એકપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. એવામાં કિંગમેકર બનીને ઉભરેલ જનનાયક જનતા પાર્ટી (JJP) એ ભાજપને સમર્થન આપીને રાજ્યમાં મનોહરલાલ ખટ્ટર (Manohar Lal Khattar)ને ફરીથી ખુરશી પર બેસાડી દીધા. હવે એક વર્ષથી વધુ સમય પસાર થયા બાદ ફરીથી રાજકારણમાં નાટકીય વળાંક આવતો દેખાઇ રહ્યો છે.

ખેડૂત આંદોલનની વચ્ચે હરિયાણામાં રાજકીય હલચલ તેજ

કિસાન આંદોલનને લઇ હરિયાણામાં રાજકીય ઉલટફેરની સ્થિતિ બનતી દેખાઇ રહી છે. ભાજપના સહયોગી દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala)ની જનનાયક જનતા પાર્ટી (JJP)માં પણ કૃષિ કાયદાને લઇ હરિયાણામાં સરકારથી અલગ થવાની માંગણી તેજ થવા લાગી છે. મીડિયા રિપોર્ટસના મતે ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાએ તાજેતરમાં જ આ મુદ્દા પર ધારાસભ્યોની સાથે બેઠક કરી. દુષ્યંત ચૌટાલાએ સરકારમાંથી રાજીનામું આપવાની વાત પણ કરી. 

સત્તા બનાવા-બગાડવાની સ્થિતિમાં દુષ્યંત ચૌટાલા

દુષ્યંત ચૌટાલા પર દબાણ વધી રહ્યું છે. બેઠકમાં પાર્ટીના ધારાસભ્યોને ખેડૂત આંદોલનની તેમના ક્ષેત્રમાં અસર, રાજ્યોના લોકોનું વલણ વગેરે અંગે ફીડબેક લીધા. ખાસ વાત એ છે કે દુષ્યંતની પાર્ટીની પાસે માત્ર 10 ધારાસભ્ય જ છે. પરંતુ છતાંય હરિયાણાની સત્તાને બનાવા-બગાડવાની સ્થિતિમાં છે.

ભાજપ-કોંગ્રેસ પોતાના પલ્લામાં કરવાનો પ્રયાસ

વાત એમ છે કે હરિયાણામાં 2019 વિધાનસભા ચૂંટણીમાં મતદાતાઓએ કોઇપણ પક્ષને બહુમતી આપી નથી. ભાજપ બહુમતીથી થોડીક સીટો પાછળ રહી ગઇ હતી. ત્યારે દુષ્યંતના નેતૃત્વવાળી જેજેપી એ ભાજપને સમર્થન આપ્યું હતું અને રાજ્યમાં ખટ્ટર સરકારની વાપસી થઇ હતી. હાલ 90 સીટોવાળી હરિયાણા વિધાનસભામાં સત્તાધારી ભાજપ 40 સીટોની સાથે સૌથી મોટી પાર્ટી બની છે. કોંગ્રેસની પાસે 31 સીટો છે. તો જેજેપી 10 સીટો પર જીતી હતી. આ સિવાય હરિયાણા લોકહિત પાર્ટી 1 , આઇએનએલડી 1 અને 7 સીટો બીજા અન્ય ના ખાતામાં ગઇ હતી.

પરિસ્થિતિ બદલાતા ફરીથી સક્રિય થઇ કોંગ્રેસ

પરિણામો બાદ કોંગ્રેસે પણ જેજેપી અને અન્યની સાથે લઇ ગઠબંધનની સરકાર બનાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દુષ્યંતે ભાજપને સપોર્ટ કરી ખટ્ટરની સરકાર બનવા દીધી. હવે બદલાયેલી પરિસ્થિતિઓમાં કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા અને પૂર્વ સીએમ ભુપિંદર સિંહ હુડ્ડા ફરીથી સક્રિય થઇ ગયા છે. કોંગ્રેસ રાજ્ય સરકારની વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે.

​JJPનું આગળનું પગલું અને નંબર ગેમનો ખેલ

હવે જેજેપીની ભાજપમાંથી સમર્થન પાછી લેવાની સ્થિતિમાં ભાજપની પાસે 40 ધારાસભ્ય જ રહેશે. સત્તા માટે જરૂરી 45ની સંખ્યા પૂરી કરવા માટે ભાજપ અન્ય અપક્ષ ધારાસભ્યોમાં સંભાવના શોધી શકે છે. તો કોંગ્રેસ પણ જેજેપીને પોતાના ખેમામાં મળીને અન્ય ધારાસભ્યોની સાથે પાછલા વર્ષના અધૂરા પ્રયાસને પૂરા કરવા માટે દાવપેચનો ઉપયોગ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here