સૂપ અનેક પ્રકારના હોય છે અને તેનો જ એક ટેસ્ટી સ્વાદ છે બ્રોકલીનો સૂપ.. તેને અનેક રીતે બનાવવામાં આવે છે. આ સૂપ બનાવવામાં જેટલો સહેલો છે એટલો જ પીવામાં સ્વાદિષ્ટ છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય બ્રોકલીનું સૂપ.બ્રોકલીમાં વિટામીન સી ની ભરપૂર માત્રા હોય છે. વિટામીન સી શરીરમાં ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરવા અને ઇન્ફેક્શન સામે લડવા માટે મદદ કરે છે.

જરૂરી સામગ્રી

300 ગ્રામ – બ્રોકલી
3 નંગ – ટામેટા
2 નંગ – બટેટા
7-8 નંગ – કાળામરી
4 નંગ – લવિંગ
1 ટૂકડો – આદુ
1 નંગ – તજ
2 ચમચી – માખણ
1 ચમચી – કોથમીર(સમારેલી)
સ્વાદનુસાર – મીઠું

સૌ પ્રથમ બ્રોકલીને ટૂકડામાં કટ કરીને ઉકાળી લો અને બ્રોકલીના ટૂકડાને 5 મિનિટ માટે ઢાંકીને વાસણમાં રહેવા દો. ટામેટા અને બટેટાને લાંબા ટૂકડામાં કટ કરી લો અને આદુને છોલીને ટૂકડા કરી લો. હવે એક પેનમાં એક ચમચી માખણ ઉમેરીને ગરમ કરો. ગરમ માખણમાં કાળામરી, લવિંગ અને તજ ઉમેરીને હળવું શેકી લો. તેને પીસી લો. હવે ટામેટા, બટેટા અને બ્રોકલીના ટૂકડા ઉમેરી લો અને થોડૂંક પાણી ઉમેરીને ઢાંકી લો. પાંચ મિનિટ બાદ ઢાંકણ ખોલીને ચેક કરો કે બટેટા નરમ થયા છે કે નહીં. ના થયા હોય તો 2-3 મિનિટ ચઢાવી દો. ગેસ બંધ કરી લો અને તૈયાર શાકને મિક્સરમાં પીસી લો. પીસેલા મસાલાને અને બ્રોકલીને પેનમાં ઉમેરી લો અને ચાર કપ પાણી ઉમેરીને તેમા સ્વાદાનુસાર મીઠું ઉમેરીને 5 મિનિટ માટે ઉકાળી લો. હવે ગેસ બંધ કરીને સૂપને સર્વિંગ ડિશમાં ઉમેરો તે બાદ તેને કોથમીર , માખણ કે ક્રીમથી ગાર્નિશ કરી લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here