હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. જેના પગલે આગામી 12થી 13મી ડિસેમ્બરના રોજ છૂટો-છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ દિવસો દરમિયાન સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ બન્યો છે. જેના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે (12મી ડિસેમ્બર 2020) દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે આગામી 48 કલાક બાદ 4 ડિગ્રી તાપમાન ઘટશે. બીજી બાજુ અમદાવાદમાં આજે સામાન્ય વરસાદ અને આવતી કાલે વાદળછાયું વાતાવરણ રહેશે.

હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર ડૉક્ટર જયંત સરકાર જણાવ્યું હતું કે, 11મી તારીખે એટકે કે પ્રથમ દિવસે ગીર-સોમનાથ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. બીજા દિવસે એટલે કે 12 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં થોડો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. 13મી તારીખના રોજ ભાવનગર, દાહોદ, પંચમહાલ, આણંદ અને વડોદરા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં રવિવાર સુધી એમ ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં આજે વરસાદ પડ્યો છે. આજે સુરતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં ભર શિયાળે ચોમાસાનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાનના પલટાની અસર અમદાવાદમાં પણ વર્તાઇ છે અને સવારથી અનેક વિસ્તારોમાં એકાએક કમોસમી વરસાદ પડ્યો હતો. વહેલી સવારે અમદાવાદમાં વરસાદ પડતા વહેલી સવારે દોડવા જતા લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી હતી.about:blankabout:blankabout:blank

આજે વહેલી સવારે અમદાવાદના ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગુરુકૂળ, સેટેલાઈટ, એસજી હાઈવે, ગાંધીનગર, સરસપુર સહિતના અનેક વિસ્તારોમાં સવારે 4 વાગ્યાથી એકાએક વાતાવરણ પલટાયું હતું અને ત્યારબાદ ધીમેધારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ સિવાય વહેલી સવારે અમદાવાદના વેજલપુર, થલતેજ. એસ.જી. હાઇવે, સીટીએમ, જમાલપુર, કાંકરિયા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. બીજીબાજુ રાજ્યના જૂનાગઢ, ભાવનગર, સુરત, વડોદરા જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે ત્રણ દિવસ સુઘી વરસાદની આગાહી કરી છે અને 12 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના કિનારાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. સાથે ઠંડી પણ ઘટવાની શક્યતા છે. અરબ સાગરમાં ચક્રવાતની અસરથી આ માવઠું થવાની શક્યતા છે. અલબત્ત ચક્રવાતની અસર ગુજરાતના ભાગોમાં ન થાય અને ચક્રવાત સમુદ્રમાં સમાઈ જાય કે ઓમાન તરફ ફંટાઈ જાય એવી પણ શક્યતા છે. રાજ્યના અનેક ભાગોમાં આજે એટલે ગુરુવાર રાત્રિથી હવામાનમાં પલટો આવશે અને ત્રણ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here