સુરતના ડોક્ટરો પણ એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા. સુરતના 3 હજાર 500 જેટલા તબીબો ઇન્ડિયન મેડીકલ એસોસિયેશનના નેજા હેઠળ હડતાળ પર ઉતર્યા. CCIM ને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરીનો સુરતના તબીબોએ વિરોધ કરીને કલેક્ટરને આવેદન આપ્યું હતુ. CCIM ના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડાં થવાની સંભાવનાને લઈ રજુઆત કરવામાં આવી હતી. સરકાર પોતાનો નિર્ણય પરત ખેંચે તેવી ડોક્ટરો માંગ કરી હતી. જો સરકાર પોતાનો નિર્ણય પરત નહિ ખેંચે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here