હવે લોકોએ 30મી સપ્ટેમ્બર સુધીમાં પોતાના રાશનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરાવી લેવું પડશે અને જો એમ નહીં થાય તો ઘણી બધી સુવિધાઓ છીનવાઈ જશે તેવી આખરી ડેડલાઇન જાહેર કરવામાં આવી છે. જો આ લીંક અપ કરાવવામાં નહીં આવે તો ખાદ્યાન્નની ઘણી બધી સુવિધાઓ મળતી બંધ થઈ જશે અને ચાલુ માસના અંત સુધી જ આ સુવિધા મળશે. ખાદ્યાન્ન લેવા માટે લોકો સસ્તા અનાજની દુકાન પરથી ખરીદી કરવા ને પાત્ર છે.


પરંતુ જો 30મી સપ્ટેમ્બર સુધીમાં આ કામ કરવામાં નહીં આવે તો રાશન કાર્ડ પર પણ અનાજ મળતું બંધ થઈ જશે. દેશના અત્યંત ગરીબ અને સામાન્ય વર્ગના લોકોએ રાશન કાર્ડ દ્વારા પોતાના ઘરનું અનાજ ભરવા પર ઘણો બધો આધાર રાખવો પડે છે. કેન્દ્ર સરકારે રાશન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરાવવા અંગેની મુદત સપ્ટેમ્બરના અંત સુધી વધારી દીધી હતી. પરંતુ હજુ પણ લાખો લોકોએ આ કામ કર્યું નથી ત્યારે 30 સપ્ટેમ્બરની આખરી ડેડલાઇન આપી દેવામાં આવી છે.


કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલય તેમજ ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને સ્પષ્ટ રૂપથી નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. સાથોસાથ એમને એવી સૂચના પણ આપવામાં આવી છે કે દેશના કોઈ પણ વાસ્તવિક લાભાર્થી અથવા ઘરને ખાદ્ય વસ્તુઓના કોટા થી વંચિત રાખવામાં ન આવે તેની ખાસ તકેદારી રાખવી પડશે.


અત્રે ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડ સાથે ઓનલાઇન જોડી શકાય છે અને સાથોસાથ ઓફલાઈન પણ લિંક કરી શકાય છે. હવે રેશનકાર્ડ ધારકોએ આ કામમાં ઉતાવળ રાખવી પડશે નહીંતર તેમને જ નુકસાની થવાનો ખતરો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here