યુટ્યુબ (Youtube) પર પ્રકાશિત વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર ‘વિધવા મહિલા સમૃદ્ધિ યોજના’ (Widow Women Prosperity Scheme) અંતર્ગત તમામ વિધવા મહિલાઓના બેંક ખાતામાં 5 લાખ રૂપિયાની રોકડ રકમ અને મફત સીવણ મશીન આપી રહી છે. છે. પરંતુ વાસ્તવિકતામાં આવું કંઈ થઈ રહ્યુ નથી અને આ સમાચાર નકલી છે. ભારત સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ, પીઆઈબી ફેક્ટ ચેક (PIB Fact Check)એ કહ્યું કે આ સમાચાર નકલી છે. તો આવા સમાચારોથી દૂર રહો, નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે?

યુટ્યુબ (Youtube) વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર ‘વડા પ્રધાન મહિલા સમિતિ યોજના’ હેઠળ કેન્દ્ર સરકાર તમામ વિધવા મહિલાઓના બેંક ખાતામાં 5 લાખ રૂપિયાની રોકડ રકમ અને મફત સીવણ મશીન આપી રહી છે.

જાણો શું છે હકીકત?

પીઆઈબીને આ વાયરલ પોસ્ટ નકલી હોવાનું જાણવા મળ્યું છે. પીઆઈબીએ લખ્યું – આ દાવો નકલી છે. કેન્દ્ર સરકાર દ્વારા ‘વિધવા મહિલા સમૃધ્ધિ યોજના’ જેવી કોઈ યોજના ચલાવવામાં આવી નથી.

અગાઉ યુટ્યુબ (Youtube)પર પ્રકાશિત એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકાર મહિલા શક્તિ યોજના(Mahila Shakti Yojana)  હેઠળ તમામ મહિલાઓના બેંક ખાતામાં 60,000 રૂપિયા જમા કરે છે. પીઆઈબીને આ વાયરલ પોસ્ટ નકલી હોવાનું જાણવા મળ્યું છે. પીઆઈબીએ લખ્યું – આ દાવો નકલી છે. કેન્દ્ર સરકાર દ્વારા મહિલા શક્તિ જેવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી.

તમે પણ ફેક્ટચેક કરાવી શકો છો

જો તમને પણ આ પ્રકારનો મેસેજ મળે છે, તો તમે તેને પીઆઈબી પાસે ફેક્ટ ચેક માટે https://factcheck.pib.gov.in/ પર અથવા WhatsApp નંબર +918799711259 પર અથવા ઇમેઇલ: pibfactcheck@gmail.com પર મોકલી શકો છો. આ માહિતી પીઆઈબી વેબસાઇટ https://pib.gov.in પર પણ ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here